બજેટ 2021 પછી આ ક્ષેત્રોમાં હશે રોજગારીની તકો, જાણો એક્સપર્ટ્સ પાસેથી

08 February, 2021 01:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બજેટ 2021 પછી આ ક્ષેત્રોમાં હશે રોજગારીની તકો, જાણો એક્સપર્ટ્સ પાસેથી

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં યુનિયન બજેટની જાહેરાત થઇ છે, લોકોમાં બજેટને લઇને મિશ્ર પ્રતિસાદ રહ્યો છે પણ જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમે કેટલાક એક્સપર્ટ્સ સાથે વાત કરી ત્યારે તેમણે પોતાના ધારદાર અવલોકનને આધારે જણાવ્યું કે રોજગારીની તકો ખડી થતાં કેટલો સમય લાગશે અને કયા ક્ષેત્રોમાં તકો ખડી થઇ શકે છે.

આ અંગે આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી, વડોદરાના પ્રોવોસ્ટ ડૉ. અનિલ બિસેને જણાવ્યું કે, "આજે ભારતીય અર્થતંત્ર આ તબક્કે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે અને તેમાંની એક છે જોબ ક્રિએશન, રોજગારીની નવી તકો ખડી કરવી. સૌથી અગત્યની ડ્રાઇવ જે અત્યારે હોઇ શકે છે તે છે એવો વિકાસ જેની સાથે નોકરીની તકો પણ ખડી થાય કારણકે બેરોજગારીનો દર છેલ્લા છ મહિનામાં, ડિસેમ્બર 2020 સુધીમાં 9.10 ટકાએ પહોંચી ગયો. બજેટ 2021 નાણાંમંત્રીએ પુરી પાડેલી એક એવી મોટી તક છે જેને કારણે રોજગારી ચોક્કસ વધશે. ગ્રામીણ ભારતમાં મનરેગા એ મજૂરી કરનારાઓ જે હાલમાં બેરોજગાર છે તેમને માટે લાઇફલાઇન સમાન છે. બજેટે મનરેગા માટેની ફાળવણી રૂ. 73,000 કરોડ પર અટકાવી છે જે ગયા વર્ષના રિવાઇઝ્ડ અંદાજ કરતા 35 ટકા ઓછી છે. માળખાકિય સુવિધાઓ માટેનું રોકાણ 10,000,00 એટલે કે 1.5 ટ્રિલિયન યુએસ ડૉલર્સનું છે જે આગામી પાંચ વર્ષ માટે લાભદાયી નિવડશે, જો કે બ્લુ કોલર વર્કર્સ માટે આ બદલાવની કોઇ તાત્કાલિક અસર નહીં વર્તાય કારણકે આ તમામ માળખાકિય પ્રોજેક્ટ્સને ફળીભૂત થતાં પણ સમય લાગે છે તે રાતોરાત નથી થવાનાં. વળી મોટા ઇન્ફ્રા પ્રોજેક્ટસ કેપિટલ ઇન્ટેસિવ હોય છે અને કન્ટ્રક્શનમાં એક્યુઅલ જોબ્ઝ ત્યારે જ ખડી થાય જ્યારે કોઇ રેસિડેન્શિયલ કે કોમર્શિયલ પ્રોજેક્ટ શરૂ થાય. આ કારણે હાલનાં સંજોગો સેમિ સ્કિલ્ડ અને અન સ્કિલ્ડ કામદારો માટે હકારાત્મક નથી. આગામી પાંચ વર્ષ માટે 1.97 લાખ કરોડ એટલે કે 27 બિલિયન ડૉલર્સ 13 અલગ અલગ ક્ષેત્રોમાં પ્રોડક્શન લિંક્ડ ઇનિશ્યેટિવ (પીએલઆઇ) દ્વારા રોકવામાં આવશે તેવું વચન પણ અપાઇ રહ્યું છે. વ્હાઇટ કૉલર વર્કર્સને તેનો ફાયદો થશે કારણકે સ્થાનિક કંપનીઝના ઓપરેશન્સ વિસ્તરશે અને વિદેશી મલ્ટીનેશનલ કંપનીઝને પણ ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સેટ અપ કરવાનું પ્રોત્સાહન પુરું પડશે."


યુનિયન બજેટ અને રોજગારીની તકો અંગે એઝ્લો રિયલ્ટીના ક્રિશ રવેશિયાનું કહેવું છે કે, "નાણાંમંત્રીએ રજૂ કરેલા બજેટમાં 54,000 કરોડની ફાળવણી અર્બન ડેવલપમેન્ટ, હાઉઝિંગને કરવામાં આવી છે સાથે અફોર્ડેબલ હાઉઝિંગ પ્રોજેક્ટના ડેવલપર્સને ટેક્સ હોલિડેનું વિસ્તરણ પણ અપાયું છે તો એફોર્ડેબલ હાઉઝિંગ પ્રોજેક્ટસનાં ટેક્સ રિબેટ્સ પર એક વર્ષનું એક્સટેન્શન પણ જાહેર કરાયું છે. આ જાહેરાતોને પગલે આ કેટેગરીના પ્રોજેક્ટ્સને મોટા પાયે ગતિશિલતા પુરી પડશે અને વિકાસ તથા રોજગારીની તકોને મામલે બહુ ફાયદો તશે. રિયલ એસ્ટેટ સેક્ટરની અર્થતંત્ર પર બહુ સ્તરીય અસર હોય છે કારણકે તેની સાથે લગભગ 220 જેટલા અન્ય સેક્ટર્સ જોડાયેલા હોય છે. યુનિયન બજેટમાં કરાયેલી આ જાહેરાતોને પગલે રોજગારી ચોક્કસ વધશે. રિયલ એસ્ટેટ સેક્ટર અત્યારે ખેતી ઉદ્યોગ પછી બીજા ક્રમાંકનું ક્ષેત્ર છે જે સૌથી વધારે રોજગારીની તકો ખડી કરે છે. દેશના જીડીપીમાં રિયલ એસ્ટેટનો શૅર 6-7 ટકા જેટલો છે અને તે આગામી પાંચ વર્ષમાં 13 ટકા જેટલો વધે તેવી શક્યતા છે. કેપિટલ અને મેન-પાવર જેમાં વધુ હોય તેવા સેક્ટર્સને આવા બૂસ્ટર્સની વધારે જરૂર રહે છે જેથી અર્થતંત્રનો સર્વાંગી વિકાસ થઇ શકે."
વ્હાઇટ કોલર જોબ્ઝ ખડી થતાં હજી સમય લાગી શકે તેમ છે પરંતુ તેની શક્યતાઓ સમયાંતરે સપાટી પર દેખાશે જ્યારે એન્સીલરી ઇન્ડસ્ટ્રીઝમાં પણ હાલમાં જે ક્ષેત્રોમાં બજેટની ફાળવણી કરાઇ છે તેમાં ચોક્કસ રોજગારીની તકો ઉભી થશે.

budget 2021