મુંબઇ ઍરપૉર્ટની ભાગીદારી વેચી શકે છે અદાણી ગ્રુપ, વાતચીત ચાલુ...

12 October, 2020 05:11 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇ ઍરપૉર્ટની ભાગીદારી વેચી શકે છે અદાણી ગ્રુપ, વાતચીત ચાલુ...

પ્રતીકાત્મક તસવીર

અદાણી ગ્રુપની કંપની અદાણી ઍરપૉર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ મુંબઇના ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ લિમિટેડની આંશિક ભાગીદારી વેચી શકે છે. આ માટે કંપનીની કતર ઇન્વેસ્ટમેન્ટ ઑથૉરિટી (QIA) સાથે એડવાન્સ સ્તરે વાતચીત થઈ રહી છે.

મુંબઇ ઍરપૉર્ટમાં ઇન્વેસ્ટ કરવા માગે છે QIA
અદાણી ઍરપૉર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ અદાણી એન્ટરપ્રાઇઝેસ લિમિટેડની સબ્સિડિયરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અદાણી એન્ટરપ્રાઇઝેસ આ ભાગીદારી વેચાણથી 750 મિલિયન ડૉલર એકઠા કરવા માગે છે. ક્યૂઆઇએની પ્રાથમિકતા મુંબઇ ઍરપૉર્ટમાં ઇનેવેસ્ટ કરવાની કરવાની છે. પણ આના વિકલ્પ તરીકે પેરેન્ટ કંપની અદાણી ઍરપૉર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડમાં પણ ભાગીદારી ખરીદી શકે છે.

અદાણી મુંબઇ ઇલેક્ટ્રિસિટીમાં પણ ક્યૂઆઇએની ભાગીદારી
કતરના સૉવરેન વેલ્થ ફંડ અદાણી ટ્રાન્સમિશનની યૂનિટ અદાણી મુંબઇ ઇલેક્ટ્રિસિટી લિમિટેડમાં ઇન્વેસ્ટર પણ છે. અદાણી ટ્રાન્સમિશન મુંબઇના 3 કરોડથી વધારે ગ્રાહકોને વીજ સપ્લાય કરે છે. ક્યૂઆઇએ આ વર્ષે ફેબ્રુઆરીમાં 3220 કરોડ રૂપિયા લગભગ 452 મિલિયન ડૉલરમાં અદાણી મુંબઇ ઇલેક્ટ્રિસિટીની 25.1 ટકા ભાગીદારી ખરીદી હતી. આમાં 1210 કરોડ રૂપિયાની ઇક્વિટી અને 2010 કરોડ રૂપિયાનું ઋણનું પેમેન્ટ સામેલ હતું.

મુંબઇ ઍરપૉર્ટમાં જીવીકેની ભાગીદારી ખરીદી શકે છે અદાણી ગ્રુપ
ગયા મહિને અદાણી ગ્રુપે મુંબઇ ઍરપૉર્ટમાં જીવીકે ઍરપૉર્ટ ડેવલપર્સમાં લિમિટેડની ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી હતી, આ ખરીદારી સાથે અદાણી ગ્રુપ દેશનાં સૌથી મોટા ઍરપૉર્ટ ઑપરેટર બની જશે. જીવીકેની મુંબઇ ઍરપૉર્ટમાં 50.5 ટકા ભાગીદારી છે જે ઋણ માટે ગિરવી રાખી છે. આ સિવાય અદાણી ગ્રુપે ઍરપૉર્ટ કંપની ઑફ સાઉથ આફ્રિકા અને સાઉથ આફ્રિકાના બિવેસ્ટ ગ્રુપની સંયુક્ત 23.5 ટકા ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે. આ ખરીદી પછી અદાણી ગ્રુપની મુંબઇ ઍરપૉર્ટમાં 74 ટકા ભાગીદારી હશે. બાકીની 26 ટકા ભાગીદારી ઍરપૉર્ટ ઓથૉરિટી ઑફ ઇન્ડિયા પાસે છે.

નવી મુંબઇ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટનો કન્ટ્રોલ પણ અદાણી ગ્રુપને મળશે
જીવીકે ગ્રુપ સાથે કરવામાં આવેલા કરાર હેઠળ અદાણી ઍરપૉર્ટને નવી મુંબઇ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટની કન્ટ્રોલિંગ ભાગીદારી મળી જશે. દેશના ફાયદાવાળા ઍરપૉર્ટ્સમાં સામેલ નવી મુંહઇ ઇન્ટરનેશન ઍરપૉર્ટનું નિર્માણ પણ જીવીકે ગ્રુપે કર્યું છે. આ સિવાય અદાણી ગ્રુપને અમદાવાદ, લખનઉ, મંગલુરૂ, જયપુર, તિરુવનંતપુરમ અને ગુવાહાટી ઍરપૉર્ટ 50 વર્ષ માટે લીઝ પર મળે છે.

mumbai mumbai news business news