મુંબઈ એરપોર્ટનો 74 ટકા હિસ્સો અદાણી ગ્રુપે હસ્તગત કર્યો

31 August, 2020 07:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ એરપોર્ટનો 74 ટકા હિસ્સો અદાણી ગ્રુપે હસ્તગત કર્યો

ફાઈલ તસવીર

ગૌતમ અદાણીની અદાણી ગ્રુપે મુંબઈ એરપોર્ટનો 74 ટકા હિસ્સો હસ્તગત કરવાની પ્રક્રિયા પુરી કરી છે. ગ્રુપનો લક્ષ્ય દેશની સૌથી મોટી એરપોર્ટ સંચાલક કંપની બનવાનું છે. દેશમાં મુંબઈ એરપોર્ટ બીજા ક્રમનું સૌથી બીઝી એરપોર્ટ છે.

અદાણી એન્ટરપ્રાઈસિસે શૅરબજારોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સે જીવીકે ડેવલપર્સ સાથે ડેબ્ટ હસ્તગત કરવા માટે કરાર કર્યો છે. ડેબ્ટને ઈક્વિટીમાં ફેરવવામાં આવશે.

આ બંને કંપનીઓએ સોદાની નાણાકીય વિગતો જાહેર કરી નથી. અદાણી ગ્રુપે કહ્યું કે, આ કરારમાં જીવીકે ગ્રુપનો હિસ્સો ખરીદવાનો અને કંટ્રોલ ટેકઓવર કરવાનો સમાવેશ છે. અદાણી ગ્રુપ માયલમાં એરપોર્ટ્સ કંપની ઓફ સાઉથ આફ્રિકા તેમ જ બિડવેસ્ટનો 23.5 ટકા હિસ્સો હસ્તગત કરવા માટેના પણ પગલા લેશે. આ માટે CCI ની મંજૂરી પણ મળી છે. આ સોદો પાર પડતા જીવીકેની 50.50 ટકા હિસ્સા સાથે મુંબઈ એરપોર્ટમાં અદાણી ગ્રુપનો 74 ટકા હિસ્સો થશે.

દેશના બંદરોમાં પોતાનું વર્ચસ્વ ધરાવતું અદાણી ગ્રુપે લખનઉં, જયપુર, ગુવાહાટી, અમદાવાદ, થિરુવનંતપુરમ અને મેંગલોરના એરપોર્ટમાં સંચાલનનો કોન્ટ્રેક્ટ મેળવ્યો છે.

mumbai airport business news