માન્યતા પ્રાપ્ત રોકાણકારોને એંજલ ટેક્સથી છૂટ આપવાની તૈયારી

30 April, 2019 06:33 PM IST  |  નવી દિલ્હી

માન્યતા પ્રાપ્ત રોકાણકારોને એંજલ ટેક્સથી છૂટ આપવાની તૈયારી

સ્ટાર્ટ-અપને મળી શકે છે કેટલીક છૂટ

સ્ટાર્ટ-અપ કંપનીઓને એંજલ ટેક્સના બોજમાંથી મુક્તિ આપવા માટે સરકારે એક નવો રસ્તો કાઢ્યો છે. એક અધિકારીઓ કહ્યું કે સરકાર માન્યતા પ્રાપ્ત રોકાણકારોને એંજલ ટેક્સ પર છૂટ આપવાનો વિચાર કરી રહી છે. અને તેના માટે એક નિશ્ચિત નેટવર્થાના નિયમોનું પાલન કરવું પડી શકે છે. માન્યતાપ્રાપ્ત રોકાણકારોને પારિભાષિત કરવાનો એક હેતુ એ પણ એ છે કે સ્ટાર્ટ-અપ કંપનીઓમાં રોકાણને પ્રોત્સાહન આપી શકે.

અધિકારીઓના પ્રમાણે DPIITના માન્યતા પ્રાપ્ત રોકાણકારોની વ્યાખ્યા તૈયાર કરવા પર કામ કરી રહી છે. આ વ્યાખ્યા નક્કી થઈ ગયા બાદ તેને મંત્રાલય પાસે મોકલવામાં આવશે. અધિકારીએ કહ્યું કે, માન્યતાપ્રાપ્ત અથવા સારા રોકાણકારો કેટલી પણ રકમનું રોકાણ કરી શકે છે. પરંતુ અમારે એક માપદંડ બનાવવો જ પડશે. નિયમો એટલા ખુલ્લા હોવા જોઈએ કે તે વધુમાં વધુ રોકાણકારોને આકર્ષિત કરી શકે. પરંતુ તે વધુ ખુલ્લું કે વધુ કડક ન હોવા જોઈએ.

આ પણ વાંચોઃ જેટ સંકટની દેખાઈ અસર, એવિએશન સેક્ટરમાં અડધી થઈ સેલેરી

વર્તમાનમાં દરેક વર્ષે 300 થી 400 સ્ટાર્ટ-અપ કંપનીઓમાં એંજલ રોકાણ થઈ રહ્યું છે. એંજલ રોકાણકારો દ્વારા રોકાણની રકમ 15 લાખ રૂપિયા થી ચાર કરોડ રૂપિયા સુધી હોય છે. વિભાગ સ્ટાર્ટ-અપ કંપનીઓમાં કેટગરી-1 અને કેટેગરી-2ને ઑલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેંટ ફંડ્સને પણ ટેક્સના બોજથી મુક્ત રાખવાનું વિચારી રહ્યા છે.