ઓછી ગરમી : એસીનું  વેચાણ ૧૫ ટકા ઘટ્યું

09 May, 2023 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એપ્રિલમાં કેટલાક ઉત્પાદકોએ એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં વેચાણમાં આશરે ૧૫ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ઉત્તર ભારતમાં એપ્રિલ-અંત અને મેની શરૂઆત દરમ્યાન કમોસમી વરસાદને કારણે ઍર કન્ડિશનર, ફ્રિજ અને કૂલર્સ જેવા ઠંડક આપતાં ઉત્પાદનોનાં વેચાણ પર બ્રેક લાગી છે, એમ ઉદ્યોગના ખેલાડીઓએ જણાવ્યું હતું. ઉદ્યોગ માટે પીક સીઝન ગણાતા એપ્રિલ અને મે મહિનામાં ગ્રાહકોએ ઍર કન્ડિશનરની ખરીદીમાં વિલંબ કર્યો છે. એપ્રિલમાં કેટલાક ઉત્પાદકોએ એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં વેચાણમાં આશરે ૧૫ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. 

ક્રૂડ તેલના ભાવ વધતાં રૂપિયામાં સુધારો અટક્યો

ભારતીય રૂપિયામાં સપ્તાહની શરૂઆતે સ્થિરતા જોવા મળી હતી. શૅરબજારમાં સુધારો હતો, પરંતુ ક્રૂડ તેલના ભાવ વધ્યા હોવાથી રૂપિયામાં સુધારો અટકી ગયો હતો. ચાલુ સપ્તાહમાં રૂપિયામાં બેતરફી ચાલ જોવા મળે એવી સંભાવના છે. ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૧.૭૬ પર ખૂલીને ૮૧.૬૯ સુધી મજબૂત બન્યો હતો, પરંતુ છેલ્લે ૮૧.૮૧ પર બંધ રહ્યો હતો, જે ગયા સપ્તાહે ૮૧.૮૦૫૦ પર બંધ રહ્યો હતો. આમ રૂપિયામાં સરેરાશ ફ્લૅટ સ્થિતિ જોવા મળી હતી.

business news commodity market indian rupee