આ 3 સેવાઓ માટે આધાર કાર્ડ આજે પણ છે જરૂરી

28 March, 2019 06:44 PM IST  | 

આ 3 સેવાઓ માટે આધાર કાર્ડ આજે પણ છે જરૂરી

UIDAIએ જાહેર કરેલા આધાર કાર્ડને કેટલીક સર્વિસ મેળવવા લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેટલાક સંસ્થાનોમાં તેનો ઉપયોગ મરજિયાત કરાયો હતો. જો કે હવે મૂંઝવણ એ છે કે ક્યાં આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે અને ક્યાં નહીં ? આજે અમે તમને એવી સેવાઓ અને સંસ્થાની માહિતી આપીશું જ્યાં આજે પણ આધાર જરૂરી છે.

ગત વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટમાં આધારની બંધારણીય યોગ્યતા યથાવત્ રાખી હતી. અને સુપ્રીમ કોર્ટે એ સેવાઓ વિશે પણ જાહેરાત કરી હતી જ્યાં આધાર લિંક કરવું જરૂરી નથી. બેન્ક ખાતા, મોબાઈલ નંબર, યુજીસી, NEET, CBSEની પરીક્ષા માટે આધાર જરૂરી નથી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈ ખાનગી સંસ્થા આધાર ફરજિયાત ન કરી શકે.

આ સેવાઓ માટે આધાર અને આધાર લિંક કરવું જરૂરી છે

આધાર-પાન કાર્ડ લિંક

આવકવેરાની કલમ 139 એએ અંતર્ગત આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. ટેક્સ બચાવવા માટે લોકો સહેલાઈથી પાન કાર્ડ બનાવીને ટેક્સ બચાવી શકે છે. માટે આધાર ફરજિયાત કરાયું છે.

સરકારી કલ્યાણકારી યોજના માટે જરૂરી

સરકારની કલ્યાણકારી યોજનાઓ અને સબસિડીનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે.

આવકવેરા રિટર્ન ભરવા માટે જરૂરી

સરકારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની સાથે સાથે, આવક વેરા રિટર્ન ભરવા માટે પણ ફરજિયાત કર્યું છે. જો આમ નહીં કરો તો તમારું ITR પ્રોસેસ નહીં થાય.

આ પણ વાંચોઃ મુકેશ અંબાણી બાદ સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે પણ નાના ભાઇની મદદ કરી

હાલ EPF અને અન્ય સંગઠનો તરફથી આ વાતને સમર્થન નથી અપાયું કે આધાર જરૂરી છે કે નહીં. 26 સપ્ટેમ્બર 2018ના પોતાના ઐતિહાસિક ચુકાદામાં જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચે આધારની બંધારણીય માન્યતા યથાવત્ રાખી છે.

Aadhar finance ministry supreme court