FMPના રીપેમેન્ટ : SEBIએ મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ સામે સવાલો ઉઠાવ્યા

13 April, 2019 11:49 AM IST  | 

FMPના રીપેમેન્ટ : SEBIએ મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ સામે સવાલો ઉઠાવ્યા

મ્યુચ્યુઅલ ફન્ડ્સ

મ્યુચ્યુઅલ ફંડના ઝી ગ્રુપ-એસ્સેલ ગ્રુપની કંપનીઓમાંના રોકાણ અને શૅર સામે ધિરાણના મામલે નિયમન સંસ્થા SEBIએ દરમ્યાનગીરી સક્રિય કરી છે અને કેટલાંક મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે એમના રોકાણ અંગે ખુલાસા માગ્યા છે. ખાસ કરીને એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ અને કોટક મહિન્દ્ર મ્યુચ્યુઅલ ફંડ સામે આ સવાલો ઊભા થયા છે, જેમને સેબીએ એમનાં રોકાણ ધોરણો, નિર્ણયો , ચોક્કસ માર્ગરેખાના પાલન વિશે સવાલો પૂછ્યા હોવાની માહિતી મળી છે.

આ બન્ને વિશાળ ફંડ હાઉસે એમના ફિક્સ્ડ મૅચ્યુરિટી પ્લાનના રીપેમેન્ટ સંબંધી જુદા જુદા અભિગમ સામે પણ પ્રશ્ન ઉઠાવ્યા છે. કોટક મ્યુચ્યુઅલ ફંડે જણાવ્યું છે કે એણે એના આઠ FMPના રોકાણકારોને પેમેન્ટ કર્યું છે, જયારે એસ્સેલ ગ્રુપની કેટલીક ઍસેટસ બાબતે આંશિક રકમ અટકાવી છે, જયારે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે એની જ્પ્ભ્ની મૅચ્યુરિટી ૩૮૦ દિવસ જેટલી લંબાવી છે. SEBIએ આ મ્યુચ્યુઅલ ફંડ્સને એમની આ ગ્રુપના મૅનેજમેન્ટ સાથે શું ચર્ચા થઈ એ વિશે પણ માહિતી આપવા કહ્યું છે.

આ પણ વાંચો : અમેરિકાના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવવાને પગલે ડૉલર સુધરતાં સોનામાં ઝડપી ઘટાડો

જોકે આ બન્ને ફંડ હાઉસિસે સ્પષ્ટ કર્યું છે કે એમણે જે કોઈ નિર્ણય લીધા છે તે એમના યુનિટધારકોના બેસ્ટ હિતમાં લીધા છે. આ ઉપરાંત ઘણાં અન્ય ફંડ હાઉસિસની FMPના રીપેમેન્ટ પણ અટવાયાં છે, જેમનું રોકાણ ઝી - એસ્સેલ ગ્રુપમાં કરાયું હતું. આ ગ્રુપ આર્થિક સંકટમાં આવતાં મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આવી સ્થિતિ સર્જા‍ઈ છે. રોકાણકારોનાં હિતોની રક્ષા માટે આ મામલે SEBI સક્રિય બન્યું છે અને ફંડ હાઉસિસ પણ સાવચેત બની આગળ વધી રહ્યાં છે અને એનો ઉપાય કરવા માટે સક્રિય થયાં છે.

અહીં એ યાદ કરવું જરૂરી છે કે ૨૦૧૦માં કલોઝડ ડેટ સ્કીમ્સમાં રીપેમેન્ટ ક્રાઇસિસ થઈ હતી.

sebi