ઠંડીના મૌસમમાં પણ કેમ અનિલ અંબાણીને છૂટ્યો પરસેવો

14 February, 2019 09:29 PM IST  | 

ઠંડીના મૌસમમાં પણ કેમ અનિલ અંબાણીને છૂટ્યો પરસેવો

અનિલ અંબાણીને ચાલુ કોર્ટે પરસેવો નીકળ્યો

એરિક્શન કંપનીના 550 કરોડ રુપિયાની ચૂકવણી ન કરવા મામલે રિલાયંસ કોમ્યુનિકેશન સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. અનિલ અંબાણી આ કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતાં. પરંતુ અનિલ અંબાણીને ચાલુ કોર્ટે પરસેવો નીકળ્યો હતો. ઘટના એમ બની કે અનિલ અંબાણી સૂટ સાથે કોર્ટમાં હાજર થયા હતા. ત્યારે તેમણ્ ગરમી લાગતા કોર્ટમાં જજના આવવા પહેલા વકીલને પૂછી લીધુ કે AC કેમ ચાલુ નથી? જો કે સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર માત્ર માર્ચ મહિનામાં જ AC ચાલુ કરવામાં આવે છે.

કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં અનીલ અંબાણી થોડા ગભરાયેલા નજરે જોવા પડ્યા હતા. અનીલ અંબાણી એરિક્શન કંપની દ્વારા 550 કરોડ રુપિયાની ચૂકવણી ન કરવા મામલે કેસ દાખલ કર્યો છે. જે સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. હમણા જ થોડા સમય પહેલા દેવાદારો દ્વારા રિલાયન્સ કોમ્યુનિકેશનના શૅર વેચવાની ખબર બહાર આવી હતી. અનિલ અંબાણી સમૂહની કંપનીઓના બાઝાર મૂડીકરણ આ મહિને આશરે 12,600 કરોડની કમી આવવાના કારણે દેવાદારોએ ગિરવી મુકેલા શૅર વેચવાનું શરૂ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, Rcomના દેવાળિયા થવાની અરજી બાદ અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી છે. એકતરફ એરિક્શન કંપની દ્વારા 550 કરોડનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે બીજી બાજુ દેવાદારો દ્વારા શૅરને વેચવામાં આવી રહ્યા છે.

anil ambani reliance