આજથી વિજયા બૅન્ક અને દેના બૅન્ક બનશે બૅન્ક ઑફ બરોડા

01 April, 2019 12:29 PM IST  | 

આજથી વિજયા બૅન્ક અને દેના બૅન્ક બનશે બૅન્ક ઑફ બરોડા

બૅન્ક ઑફ બરોડા

આજે પહેલી એપ્રિલથી વિજયા બૅન્ક અને દેના બૅન્કની શાખાઓ બૅન્ક ઑફ બરોડાનાં આઉટલેટ્સ બનશે. વિજયા બૅન્ક અને દેના બૅન્ક બૅન્ક ઑફ બરોડામાં વિલીન થતાં આજથી નવી વ્યવસ્થા અમલમાં આવી રહી છે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ‘વિલીનીકરણની નવી વ્યવસ્થા મુજબ ૧ એપ્રિલ, ૨૦૧૯થી વિજયા બૅન્ક અને દેના બૅન્કની બધી શાખાઓ બૅન્ક ઑફ બરોડાની શાખાઓ તરીકે કામ કરશે. એ સ્થિતિમાં વિજયા બૅન્ક અને દેના બૅન્કના ડિપોઝિટર્સ સહિતના ગ્રાહકોને ૧ એપ્રિલ, ૨૦૧૯થી બૅન્ક ઑફ બરોડાના ગ્રાહકો ગણવામાં આવશે.’

થોડા દિવસ પહેલાં સરકારે વિલીનીકરણ પૂર્વે બૅન્ક ઑફ બરોડાનો કૅપિટલ-બેઝ વધારવા માટે એમાં ૫૦૪૨ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. વિલીનીકરણની જોગવાઈઓ મુજબ વિજયા બૅન્કના શૅરધારકોને દર ૧૦૦૦ શૅરદીઠ બૅન્ક ઑફ બરોડાના ૪૦૨ ઇક્વિટી શૅર ફાળવવામાં આવશે. એવી રીતે દેના બૅન્કના શૅરધારકોને દર ૧૦૦૦ શૅરદીઠ બૅન્ક ઑફ બરોડાના ૧૧૦ શૅર ફાળવવામાં આવશે.

આ પણ વાંચો : માર્કેટની સારી શરૂઆત, સેન્સેક્સમાં 190 અંકોની તેજી, નિફ્ટી 11680ની પાર

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI) તથા ઇન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (ICICI) બૅન્ક પછી ત્રીજા ક્રમની ધિરાણકર્તા બૅન્ક ઊભી કરવાના ઉદ્દેશથી સરકારે ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં વિજયા બૅન્ક અને દેના બૅન્કના બૅન્ક ઑફ બરોડામાં વિલીનીકરણની જાહેરાત કરી હતી.

news