ચંદા કોચરની સતત ત્રીજા દિવસે ED દ્વારા પૂછપરછ

04 March, 2019 12:56 PM IST  |  મુંબઈ

ચંદા કોચરની સતત ત્રીજા દિવસે ED દ્વારા પૂછપરછ

ચંદા કોચરની સતત ત્રીજા દિવસે પૂછપરછ

છેલ્લા ઘણા સમયથી ICICI બેન્કના પુર્વ સીઈઓ ચંદા કોચર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ત્યારે આજે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)ની મુંબઇ ઓફિસે ચંદા કોચર પુછપરછ માટે પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે પણ ઇડી દ્રારા તેમની પુછપરછ થઇ હતી. ત્યારે આજે ઇડી તેમની વધુ પૂછપરછ કરશે. શનિવારે ચંદા કોચરની સાથે તેમના પતિ દિપક કોચર અને વીડિયોકોનના વેણુગોપાલની પણ પુછપરછ કરવામાં આવી હતી. વિડીયોકોનને 1875 કરોડની લોન અપાવીને ભ્રષ્ટાચારનો કથિત આરોપ ચંદા કોચર પર લગાવવામાં આવ્યો છે.

CBI એ ચંદા સામે લુક આઉટ નોટિસ ઇસ્યૂ કરી છે
જાન્યુઆરીમાં CBI એ પણ આ મામલામાં ICICI ના પુર્વ CEO ચંદા કોચર, દીપક કોચર અને વેનુગોપાલ ધૂતની સામે એફઆઈઆર નોંધી હતી. એજન્સીએ વીડિયોકોન કંપનીની મુંબઈ-ઔરંગાબાદ સ્થિત ઓફિસ અને દીપક કોચરના ઘરે પણ રેડ કરી હતી. થોડાં દિવસો પહેલા સીબીઆઈએ ચંદા કોચર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ ઈસ્યુ કરી હતી. જેથી તેઓ જાણ કર્યા વગર વિદેશ ન જઈ શકે.

આ પણ વાંચોઃ વીડિયોકોન લોન મામલો: ED કરી રહ્યું છે ચંદા કોચરની પૂછપરછ

CBI અને ED આ મુદ્દા પર કરી રહી છે કાર્યવાહી
વીડિયોકોન ગ્રુપને આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા 2012માં આપવામાં આવેલી લોન અને તેના ન્યુપાવર રિન્યુએબલ્સની સાથે લેણદેણ સાથે જોડાયેલા મામલામાં સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કાર્યવાહી કરી રહ્યાં છે. ન્યુપાવર ચંદાના પતિ દીપક કોચરની કંપની છે.

icici bank