2030 સુધીમાં ભારતનું અર્થતંત્ર અમેરિકા કરતાં વિશાળ હશે

16 January, 2019 08:56 AM IST  | 

2030 સુધીમાં ભારતનું અર્થતંત્ર અમેરિકા કરતાં વિશાળ હશે

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ દ્વારા થયેલા એક આંતરરાષ્ટ્રીય અભ્યાસના રિસર્ચ રિપોર્ટમાં આ વાત નોંધાઈ છે. પરચેઝિંગ પાવર પૅરિટી, એક્સચેન્જ-રેટ અને નૉમિનલ GDPના આધારે ટોચનાં દસ અર્થતંત્રોમાં મોટા ભાગનાં ઇમર્જિંગ દેશોમાંથી હશે એવું અનુમાન પણ આ રિપોર્ટમાં છે. અર્થાત્ ટોચનાં દસમાંથી સાત રાષ્ટ્રો ઇમર્જિંગ રાષ્ટ્રો હશે.

ભારત મુખ્ય ચાલક

એક્સચેન્જ-રેટની બાબતે અમેરિકા, જપાન અને જર્મની ટોચના પાંચ દેશોમાં સ્થાન ધરાવતાં હશે. જોકે એમાં પણ ભારત જપાન કરતાં મોટું હશે. 2020 સુધીમાં 7.8 ટકાના ગ્રોથ-અંદાજ સાથે ભારત મુખ્ય ચાલકબળ હશે એમ જણાવતાં રિપોર્ટ વધુમાં કહે છે કે આમાં ભારતના આર્થિક સુધારાનો ફાળો નોંધપાત્ર છે, જેમાં GST અને ઇન્સૉલ્વન્સી કોડનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : સોનું 2019માં વધીને 4500 ડૉલર અને ચાંદી 17 ડૉલર થવાની આગાહી

ચીનની ધીમી ગતિનો લાભ

ચીનનો ગ્રોથ આગામી દાયકામાં મજબૂત રહેશે, પરંતુ 2030 સુધીમાં એ ધીમી ગતિએ પાંચ ટકાએ પહોંચશે. આ ગ્રોથ ધીમો રહેવાનું કારણ એની ઇકૉનૉમીની વિશાળ સાઇઝ છે. ભારત માટે સરકાર 7.2 ટકાના ગ્રોથની ધારણા બાંધે છે, પરંતુ ઘણી મલ્ટિ-લેટરલ એજન્સીઓના મતે ચીનના ધીમા ગ્રોથને લીધે ભારતનો વિકાસ ઝડપી રહેશે. ગ્લોબલ ગ્રોથમાં એશિયાનો ફાળો નોંધપાત્ર મોટો હશે. 2030 સુધીમાં ગ્લોબલ GDPમાં એશિયાનો ફાળો 30 ટકા સુધી પહોંચી જવાનો અંદાજ છે.