આગામી ૨૪ મહિનામાં કંપનીઓને આવકની મંદી નડી શકે છે : SP

20 February, 2019 09:23 AM IST  | 

આગામી ૨૪ મહિનામાં કંપનીઓને આવકની મંદી નડી શકે છે : SP

પ્રતીકાત્મક તસવીર

‘ઇન્ડિયન કૉર્પોરેટ ૨૦૧૯ આઉટલુક - ટાઇમ ફૉર કોશન’ નામના એક અહેવાલમાં SPએ જણાવ્યું હતું કે આ વર્ષે ભારતની કેન્દ્રીય ચૂંટણીઓ કંપનીઓ માટે વધારાનાં જોખમો ઊભાં કરી શકે છે. સરકારમાં ફેરફાર થશે તો સરકારી ખર્ચમાં વધારો થઈ શકે છે. એને પગલે ધિરાણ મોંઘું બની શકે છે અથવા ફુગાવો વધી શકે છે.

આગામી વર્ષ કે બે વર્ષમાં ભારતીય કંપનીઓની સંપત્તિ પર સ્થાનિક માગ કરતાં કૉમોડિટીના ભાવની સ્થિરતા અને અમેરિકા તથા ચીનની માગ જેવાં વૈશ્વિક જોખમોનો વધુ પ્રભાવ પડશે.

આ પણ વાંચો : સચિન બંસલે ઓલામાં ૬૫૦ કરોડનું રોકાણ કર્યું

ભારતની કંપનીઓએ અત્યારે વૈશ્વિક જોખમો જેમ કે ચીનની મંદી, વેપારયુદ્ધમાં વધારો અથવા આડેધડ થઈ રહેલું બ્રેક્ઝિટ એ બધાં પડકારરૂપ પરિબળોનો સામનો કરવો પડી રહ્યો છે એમ આ વૈશ્વિક રેટિંગ્સ એજન્સીએ કહ્યું છે.