ટેક મહિન્દ્ર ૨૦૩૦ સુધીમાં ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જનમાં બાવીસ ટકાનો ઘટાડ

18 February, 2019 11:18 AM IST  | 

ટેક મહિન્દ્ર ૨૦૩૦ સુધીમાં ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જનમાં બાવીસ ટકાનો ઘટાડ

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી કંપની ટેક મહિન્દ્રે થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું કે એ ૨૦૧૬ના બેઝ વર્ષથી ૨૦૩૦ સુધીમાં ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન બાવીસ ટકા ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે.

કંપની ૨૦૫૦ સુધીમાં એના ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જનને ૫૦ ટકા સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખે છે.

ટેક મહિન્દ્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ્સ ઇનિશ્યેટિવ દ્વારા એને મંજૂરી આપવામાં આવી છે.

ટેક મહિન્દ્રના ચીફ સસ્ટેનેબિલિટી ઑફિસર સંદીપ ચાંદનાએ જણાવ્યું હતું કે કંપની સભાન રીતે એવી વ્યૂહરચના અપનાવી રહી છે જે પર્યાવરણને પ્રતિકૂળ અસર પહોંચાડે નહીં, પણ નવો ઉકેલ લાવે.