SCનો વેદાંતાના ઝટકો, સ્ટરલાઇટ પ્લાન્ટને ફરી ખોલવાની ન આપી મંજૂરી

18 February, 2019 03:34 PM IST  |  બિઝનેસ ડેસ્ક

SCનો વેદાંતાના ઝટકો, સ્ટરલાઇટ પ્લાન્ટને ફરી ખોલવાની ન આપી મંજૂરી

ફાઇલ ફોટો

સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુના તૂતીકોરીન સ્થિત વેદાંતાના સ્ટરલાઇટ પ્લાન્ટને ફરીથી ખોલવાની ના પાડી દીધી છે. કંપનીના આ પ્લાન્ટને પ્રદૂષણની ચિંતાઓના કારણે ભારે વિરોધ પ્રદર્શનોનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે કંપનીને હાઇકોર્ટનો દરવાજો ખખડાવવાની મંજૂરી આપી દીધી છે.

જસ્ટિસ આર.એફ. નરીમનની અધ્યક્ષતાવાળી એક બેંચે કહ્યું કે તે તમિલનાડુ સરકારની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના આદેશ વિરુદ્ધ દાખલ અરજીને ફક્ત સુનાવણીના આધારે મંજૂરી આપી રહી છે. બેંચે એમ પણ કહ્યું કે એનજીટી પાસે પ્લાન્ટને ફરીથી ખોલવાની પરવાનગી આપવાનો કોઈ અધિકાર નથી. સુપ્રીમ કોર્ટ વેદાંતા ગ્રુપ તરફથી દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં તેણે તમિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને એનજીટીના આદેશ લાગુ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરી હતી. એનજીટીએ પ્લાન્ટને બંધ કરવાના સરકારના નિર્ણયને રદિયો આપ્યો હતો.

આ પણ વાંચો: દેશના વિદેશી હૂંડિયામણની અનામત ૨.૧૯૯ અબજ ડૉલર ઘટી

ઉલ્લેખનીય છે કે ફેક્ટરીમાંથી થતા પર્યાવરણ પ્રદૂષણ વિરુદ્ધ ગયા વર્ષે 22 મેના રોજ પ્રદર્શન કરી રહેલા લોકોની ભારે ભીડ પર પોલીસ ફાયરિંગમાં 13 લોકોના મોત થઈ ગયા હતા. ત્યારબાદ તમિલનાડુ સરકારે 28 મે, 2018ના રોજ સ્ટરલાઇટ પ્લાન્ટને સંપૂર્ણપણે બંધ કરવાના આદેશ આપ્યા હતા.