સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જેટ ઍરવેઝમાંથી હિસ્સો વેચવા બિડ મગાવી

09 April, 2019 11:10 AM IST  | 

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જેટ ઍરવેઝમાંથી હિસ્સો વેચવા બિડ મગાવી

જેટ ઍરવેઝ

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ માંદી ઍરલાઇન જેટ ઍરવેઝમાંના હિસ્સાના વેચાણ માટે બિડ્સ આમંત્રી છે, એમ સાવર્જેનિક નોટિસમાં જણાવાયું હતું. આ બૅન્ક જે જેટ ઍરવેઝને લોન આપનારા ધિરાણકર્તાઓના કૉન્સોર્શિયમની આગેવાન બેન્ક છે તે આ સ્થાનિક ઍરલાઇનના અંકુશ અને મૅનેજમેન્ટમાં ફેરફાર ઇચ્છે છે અને એ માટે તેણે બિડિંગ પ્રક્રિયા શરૂ કરી છે. તેમાં એસબીઆઇ કૅપિટલ માર્કેટ્સ માર્ગદર્શન અને સલાહ પૂરાં પાડશે.

એપ્રિલની ૧૦મી તારીખ સુધીમાં બિડ્સ સુપરત કરવાની છે.

કરજની પુનર્રચના યોજના હેઠળ ધિરાણકર્તાઓના કૉન્સોર્શિયમે ઍરલાઇનનો અંકુશ લઈ લીધી છે.

ઋણની પુનર્રચના યોજના ૨૫મી માર્ચે જેટ ઍરવેઝના બોર્ડે મંજૂર કરી હતી અને ધિરાણકર્તાઓએ ઍરલાઇનમાં બહુમતી હિસ્સો પ્રાપ્ત કર્યો છે અને તેઓ ૧૫૦૦ કરોડ રૂપિયા ઍરલાઇનમાં રોકશે.

એ ઉપરાંત ઍરલાઇનના સ્થાપક અને પ્રમોટર નરેશ ગોયલ તેમ જ તેમનાં પત્ની અનીતા ગોયેલે બોર્ડમાંથી રાજીનામાં આપ્યાં છે. ગોયલનું શૅરહોલ્ડિંગ અગાઉના ૫૧ ટકાથી ઘટીને ૨૫ ટકા થયું છે.

તીવ્ર નાણાભીડને પગલે ઍરલાઇનને તેનાં વિમાનો ભૂમિગત કરવાની, ફ્લાઇટ્સ રદ કરવાની અને પાઇલટો સહિતના કર્મચારીઓના પગાર ચૂકવવામાં વિલંબ કરવાની ફરજ પડી છે.

આગલા સપ્તાહે ધિરાણકર્તાઓએ કહ્યું હતું કે તેઓ વર્તમાન કાનૂની અને નિયમન માળખા અંતર્ગત સમયબદ્ધ રેઝોલ્યુશન પ્લાન ઘડી કાઢશે.

આ પણ વાંચો : ટ્રમ્પની ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની કમેન્ટ બાદ સોનામાં ચમક વધી

ધિરાણકર્તાઓ એ જાણે છે કે કંપનીમાંના તેમના હિસ્સાના વેચાણ પ્રતિ પાર્ટીઓ કેટલો રસ દાખવે છે એના પર તેમના પ્રયત્નોના પરિણામનો આધાર છે, એમ ધિરાણકર્તાઓએ બહાર પાડેલા નિવેદનમાં જણાવાયું હતું.

jet airways state bank of india