ઈન્ડિયા ICC ખાતેની ક્લિયરિંગ બેન્ક્સની પેનલમાં SBIનો સમાવેશ

14 November, 2019 10:23 AM IST  |  Mumbai

ઈન્ડિયા ICC ખાતેની ક્લિયરિંગ બેન્ક્સની પેનલમાં SBIનો સમાવેશ

SBI

ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)નો ઈન્ટરનેશનલ બેંકિંગ યુનિટ (આઈબીયુ) હવે આઇએફએસસી, ગિફ્ટ સિટી ખાતે કેપિટલ માર્કેટના સહભાગીઓને ક્લિયરિંગ બેંક તરીકેની સર્વિસીસ આપવાનું શરૂ કરશે. સ્ટેટ બેન્કને 8 નવેમ્બર, 2019ના રોજ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ક્લિયરિંગ કોર્પોરેશન (આઈએફએસસી)ની ક્લિયરિંગ બેન્ક્સની પેનલમાં સમાવવામાં આવી છે અને બેન્ક આઈએફએસસી ખાતે ઝડપથી વધી રહેલી કેપિટલ માર્કેટ્સને સંપૂર્ણ સર્વિસીસ પૂરી પાડવા માગે છે. ગિફ્ટ સિટી ખાતેની ઉપસ્થિતિ ઉપરાંત બેન્ક 200થી અધિક વિદેશી શાખાઓ ધરાવે છે.

ઈન્ડિયા આઈસીસી ખાતેની ક્લિયરિંગ બેન્ક્સની પેનલમાં અગાઉ છ બેન્ક્સનો સમાવેશ થઈ ચૂક્યો છે, જેમાં આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક , ઈન્ડસઇન્ડ બેંક, યસ બેંક , એચડીએફસી બેંક અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે. “દેશની સૌથી મોટી બેન્ક ઈન્ડિયા આઈસીસીની ક્લિયરિંગ બેન્ક બની એ ગિફ્ટ સિટી ખાતેની ક્લિયરિંગ સર્વિસીસ માટે એક મહત્વની સિદ્ધિ છે.

આ પણ વાંચો : ગ્રાહક ભાવાંક વધીને 16 મહિનામાં સૌથી વધુ

આઈએફએસસીના સહભાગીઓ, હવે તેમની વિવિધ આવશ્યકતાઓ માટે વૈશ્વિક સ્તરે એક સૌથી નામાંકિત અને વખાણાયેલી બેન્કોની સર્વિસીસ મેળવશે અને તેથી  આઈએફએસસીમાં ક્લિયરિંગ અને સેટલમેન્ટ સર્વિસીસ વધુ કાર્યક્ષમ બનશે,” ઈન્ડિયા આઈસીસીના એમડી અને સીઈઓ અરૂપ મુખર્જીએ કહ્યું હતું.

state bank of india business news