ભારે ઘટાડા બાદ શૅર બજાર મામૂલી તેજી સાથે થયું બંધ

09 July, 2019 04:03 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

ભારે ઘટાડા બાદ શૅર બજાર મામૂલી તેજી સાથે થયું બંધ

શૅર બજાર મામૂલી તેજી સાથે થયું બંધ

બજેટ બાદ ભારતીય શૅર બજારમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે 200 અંકોની કમજોરી દેખાડ્યા બાદ અંતમાં મામૂલી તેજી સાથે બજાર બંધ થયું છે. દિવસભરના ઉતાર-ચઢાવ બાદ અંતમાં પ્રમુખ સેન્સેક્સ ઈન્ડેક્સ 10 અંકોના વધારા સાથે 38,730ના સ્તર પર બંધ થયું છે જ્યાં નિફ્ટી 2 અંકોના ઘટાડા સાથે 11,555ના સ્તર પર બંધ થયું છે.

સવારે 100 અંકોથી વધારેની કમજોરી સાથે ખુલેલા સેન્સેક્સ ઈન્ડેક્સ થોડા સમયમાં 200 અંકોથી વધારે ઘટી ગયું અને સમાચાર લખે ત્યા સુધી 236 અંકોની કમજોરી સાથે 38,484ના સ્તર પર કારોબાર કરી રહ્યું હતું જ્યાં નિફ્ટી 84 અંકોના વધારા સાથે 11,474ના સ્તર પર કારોબાર કરી રહ્યું હતું.

આ પણ વાંચો : આટલા કરોડ જમા કરવા પર જ Jet Airwaysના નરેશ ગોયલ જઈ શક્શે વિદેશ

એની પહેલા સોમવારે ભારતીય શૅર બજારમાં ત્રણ વર્ષનો સૌથી મોટો ઘટાડો નજર આવ્યો. નિફ્ટીમાં 9 મહિના અને સેન્સેક્સમાં 11 ઑક્ટોબર 2018 બાદ સૌથી મોટો ઘટાડો નોંધવામાં આવ્યો. આ એપ્રિલ 2016 બાદથી અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે.

bombay stock exchange national stock exchange sensex nifty business news