મ્યુચ્યુઅલ ફન્ડ્સને કૉમોડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ કરવાની મંજુરી: સેબ

02 March, 2019 09:24 AM IST  | 

મ્યુચ્યુઅલ ફન્ડ્સને કૉમોડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ કરવાની મંજુરી: સેબ

સેબી

સેબીએ અખબારી યાદીમાં શુક્રવારે જણાવ્યું હતું કે ‘બોર્ડે એક્સચેન્જ ટ્રેડેડ કૉમોડિટી ડેરિવેટિવ્ઝમાં સહભાગી થવા માટે મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને PMSને મંજૂરી આપી છે. શ્રેણી-૩ના ઑલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ્સને આની પહેલાં જ આ પરવાગની આપવામાં આવી ચૂકી છે. હવે તેમને એ કૉન્ટ્રૅક્ટના ફિઝિકલ સેટલમેન્ટમાં મળનારા માલની ડિલિવરીનો શું ઉપયોગ કરવો એની છૂટ આપવામાં આવી છે.

દરમ્યાન, સેબીના બોર્ડે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ માટેની લીવરેજની મર્યાદા હાલના ૪૯ ટકાથી વધારીને ૭૦ ટકા કરી દીધી હતી.

ઉપરાંત, કેટલાક માર્કેટ સહભાગીઓ માટેના ફીના માળખામાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. બ્રોકરો માટેની ફી ૧ કરોડ રૂપિયાના દરેક વ્યવહારદીઠ ૧૫ રૂપિયાથી ઘટાડીને ૧૦ રૂપિયા કરી દેવાઈ છે. બ્રોકરોએ કૃષિ કૉમોડિટીના ડેરિવેટિવ્ઝ વ્યવહારો માટે ચૂકવવાની ફીમાં ૯૩.૩૩ ટકાનો ઘટાડો કર્યો છે. ફી હવે ૧૫ રૂપિયાથી ઘટાડીને ૧ રૂપિયો કરી દેવાઈ છે.

સ્ટાર્ટઅપ્સ માટે રાહતનાં પગલાં

સેબીના બોર્ડે નવા યુગનાં સ્ટાર્ટઅપ્સ માટે શૅરબજારમાં લિસ્ટિંગ પ્રાપ્ત કરવાનું અને ભંડોળ એકત્ર કરવાનું સરળ બને એ માટેનાં નવાં ધોરણોને મંજૂર કર્યા છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ્સમાં રોકાણકારોને રોકાણ કરવાની માન્યતા પ્રાપ્ત કરવા સહાય કરવાનું પણ સેબીએ નક્કી કર્યું છે.

સેબીની બોર્ડ મીટિંગમાં શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યાં છે જેમાં ઋણની પુર્નરચનાનો સામનો કરી રહેલી ચોક્કસ કંપનીઓને ફરજિયાત ઓપન ઑફર કરવાના નિયમમાંથી મુક્તિ આપવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : મકાઈની બે વર્ષ બાદ ફરી આયાત : જંગી આયાતનો અંદાજ

મીટિંગ બાદ નાણાપ્રધાન અરુણ જેટલીએ સેબીના બોર્ડના સભ્યો અને ટોચના અધિકારીઓને સંબોધ્યા હતા જેમાં તેમણે દેશના સિક્યૉરિટી બજારમાં તાજેતરની ઘટનાઓ બદલ સેબીના ચૅરમૅન અજય ત્યાગીની પીઠ થાબડી હતી.

sebi