મ્યુચ્યુઅલ ફંડ માટે AI-MLSની વિગતો ત્રિમાસિક આપવી પડશેઃસેબી

10 May, 2019 09:50 AM IST  |  નવી દિલ્હી

મ્યુચ્યુઅલ ફંડ માટે AI-MLSની વિગતો ત્રિમાસિક આપવી પડશેઃસેબી

સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સ પરના સર્વેલન્સને વધારવા સાથે ફંડ્સ હાઉસીસને તેઓ જેનો વપરાશ કરે છે એ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને મશીન લર્નિંગ (એમએલ) આધારિત વિવિધ સિસ્ટમ્સ અંગેની વિગતો ત્રિમાસિક ધોરણે પૂરી પાડવાનું ગુરુવારે જણાવ્યું છે.

મોટા ભાગની એઆઈ અને એમએલ સિસ્ટમ્સ બ્લૅક બૉક્સીસ છે અને તેમના વર્તનનો વ્યાપ સરળતાથી પામી શકાતો નથી એમ કહી સેબીએ ઉમેર્યું છે કે આ ટેક્નૉલૉજીસને પગલે થનારા લાભની ફાઇનૅન્શિયલ ઇન્ટરમીડિયરીઝ દ્વારા રોકાણકારો સમક્ષ ગેરરજૂઆત કરવામાં ન આવે એ જોવું જરૂરી છે.

ફંડ હાઉસીસે જૂન, ૨૦૧૯ અંતેના ત્રિમાસિક ગાળાથી એક નિશ્ચિત ફૉર્મેટમાં સેબીને એઆઈ અને એમએલ આધારિત ઍપ્લિકેશન્સ અને સિસ્ટમ્સની વિગતો આપવાની રહેશે. ત્રિમાસિક ગાળાના અંતથી ૧૫ દિવસમાં આ માહિતી અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ને સુપરત કરવાની રહેશે. એમ્ફી બધી વિગતો એકઠી કરીને ત્રિમાસિક ગાળાની સમાપ્તિના ૩૦ કૅલેન્ડર દિવસોની અંદર સેબીને સુપરત કરશે.

બજારના નિયામક સેબી દ્વારા ભારતીય ફાઇનૅન્શિયલ માર્કેટ્સમાં એઆઈ અને એમએલનું પ્રમાણ જાણવા અને આવી ટેક્નૉલૉજી અપનાવવાની સજ્જતા જાણવા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ વોડાફોન આઇડિયામાંના હિસ્સાના બધા શૅર્સ વોડાફોને વિદેશી બૅન્કોમાં ગીરવી રાખી દીધા

સેબીએ કહ્યું છે કે રોકાણકારોને ઑફર કરાતી ઍપ્લિકેશન્સ અથવા સિસ્ટમ્સના કોઈ પણ સેટ અથવા મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ટ્રેડિંગની સુવિધા માટે એઆઈ અથવા એમએલના વપરાશ કે જેને પબ્લિક પ્રોડક્ટ તરીકે રજૂ કરવામાં આવતી હોય અને અનુપાલન કે મૅનેજમેન્ટ હેતુ માટે વાપરવામાં આવતી હોય તો ઓની જાણ કરવી જરૂરી છે, એમ સેબીએ કહ્યું છે.

news sebi