FPI અને NRI ભંડોળની આવક સંબંધે સેબીએ નવા નિયમો જાહેર કર્યા

05 January, 2019 09:33 AM IST  | 

FPI અને NRI ભંડોળની આવક સંબંધે સેબીએ નવા નિયમો જાહેર કર્યા

SEBIએ જાહેર કર્યા નવા નિયમો

સિક્યૉરિટીઝ બજારની નિયામક સંસ્થા સેબીએ ભારતમાં વિદેશી રોકાણકારો માટે રોકાણની એક જ વ્યવસ્થા કરવા તથા બિનરહીશ ભારતીયો (નૉન-રેસિડેન્ટ ઇન્ડિયન - NRI) અને ભારતીય મૂળની વ્યક્તિઓ દ્વારા લવાતા રોકાણનું નિયમન કરવાની દૃષ્ટિએ રોકાણના બે વિકલ્પોને ભેળવી દેવાનું નક્કી કર્યું છે. એણે ફૉરેન ર્પોટફોલિયો ઇન્વેસ્ટર (FPI) અને વિદેશમાં વસતા ભારતીયો એ બન્ને માધ્યમોને ભેળવી દેવા માટેના નિયમો જાહેર કર્યા છે.

નિયામકે હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીઓ અને વ્યવસ્થા તંત્રની દૃષ્ટિએ મહત્વની નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ (NBFC)ને ગીરવે રાખેલા શૅરો કે ગીરવેથી છૂટા કરાયેલા શૅરોને પગલે શૅરહોલ્ડિંગમાં થતા વધારા કે ઘટાડા અંગેનું ડિસ્ક્લોઝર ફાઇલ કરવામાંથી મુક્તિ આપી છે એમ સેબીએ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું.

આવી જ મુક્તિ શેડ્યુલ્ડ કમર્શિયલ બૅન્કો અને પબ્લિક ફાઇનૅન્શિયલ ઈન્સ્ટિટ્યુટને પણ આપવામાં આવી છે મૂડીરોકાણ લિમિટના હંગામી ભંગના કિસ્સામાં FPIએ ૯૦ દિવસમાં અનુપાલન કરવાનું રહેશે અને જો તે ૯૦ દિવસ બાદ પણ અનુપાલનયુક્ત નહીં રહે તો તેને નવી ખરીદીઓ કરવા દેવામાં નહીં આવે અને આવા FPIએ ૧૮૦ દિવસમાં ભારતીય સિક્યૉરિટીઝ બજારમાંની તેની પોઝિશન (રોકાણ) નિરસ્ત (લિક્વિડેટ) કરવાની રહેશે.

વધુમાં સેબીએ વિદેશી રોકાણકારો માટે મૂડીરોકાણની લિમિટ્સને એકત્ર કરવા માટેનાં ધોરણો હળવાં બનાવ્યાં છે. અત્યારે બધા FPIને એક જ રોકાણકાર ગ્રુપ ગણવામાં આવે છે અને આવી બધી હસ્તીઓની મૂડીરોકાણ લિમિટ્સને સિંગલ FPIને લાગુ પડતી લિમિટ પ્રાપ્ત કરવા ક્લબ કરવામાં આવે છે. જે હસ્તીઓ બહુવિધ હસ્તીઓ મારફત રોકાણ કરતી હોય એવા અંતિમ લાભાર્થીઓના સમાન વર્ગના કિસ્સામાં આમ કરવામાં આવે છે.

નવાં ધોરણ પ્રમાણે સમાન માલિકી ધરાવતી બહુવિધ હસ્તીઓ, સીધી અથવા આડકતરી રીતે ૫૦ ટકાથી અધિક માલિકી ધરાવતી હશે તેને સમાન રોકાણકાર ગ્રુપ ગણવામાં આવશે અને તેમની મૂડીરોકાણ લિમિટ્સને નોટિફિકેશન પ્રમાણે ક્લબ કરવામાં આવશે એમ નોટિફિકેશનમાં જણાવાયું હતું.

એ ઉપરાંત જો FPIઓ યોગ્ય નિયમન ધરાવતાં પબ્લિક રીટેલ ફન્ડ્સ હશે તો એવા કિસ્સામાં રોકાણની લિમિટનું ક્લબિંગ સમાન અંકુશ ધરાવતી હસ્તીઓને લાગુ નહીં પડે.

પબ્લિક રીટેલ ફન્ડ્સમાં ઇન્સ્યૉરન્સ કંપનીઓ, પેન્શન્સ ફન્ડ્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ અથવા યુનિટ ટ્રસ્ટ્સ કે જે સાર્વજનિક રોકાણ માટે ખુલ્લાં હોય છે, એનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ HDFC મ્યુચ્યુઅલ ફન્ડ દેશની સૌથી મોટી ઍસેટ મૅનેજમેન્ટ કંપની બની

આવાં પબ્લિક ફન્ડ્સ કે જેમાં સમાન માલિકી અથવા અંકુશના જમાવને ઓળખી લઈ એનું નિયમન કરી શકાય એ માટે ભારતીય ડિપોઝિટરીઝે અંકુશ ધરાવતી હસ્તીઓનાં નામ, સરનામાં, રાષ્ટ્રીયતા, પાસર્પોટ-નંબર કે સરકાર દ્વારા ઇFયુ કરાયેલા અન્ય આઇડેન્ટિફિકેશન સહિતની વિગતો જાળવવી જોઈશે અને એની જાણ સમયાંતરે ર્બોડને કરવાની રહેશે એમ સેબીએ જણાવ્યું હતું.

sebi