સેબી બોર્ડે સ્ટાર્ટઅપ્સ માટેની ફીઝ ઓછી કરવાની આપી મંજૂરી

01 March, 2019 06:37 PM IST  | 

સેબી બોર્ડે સ્ટાર્ટઅપ્સ માટેની ફીઝ ઓછી કરવાની આપી મંજૂરી

સેબી બોર્ડ (ફાઇલ)

લોકલ શેરબજારને મજબૂતી આપવા માટે સેબીએ શુક્રવારે બ્રોકર્સ, શેરબજારો અને લિસ્ટેડ કંપનીઓ પાસેથી લેવામાં આવતી ફીસને ઓછી કરવાની મંજૂરી આપી દીધી છે. બજાર નિયામકે નવા સ્ટાર્ટઅપ્સ માટે શેરબજારમાં લિસ્ટેડ થવા તથા મૂડી ભેગી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવી જોગવાઈઓને પણ મંજૂરી આપી, જેથી રોકાણકારોને આ પ્રકારના યુનિટ્સમાં રોકાણ કરવાનો અધિકાર મળી જાય. સેબી બોર્ડની મીટિંગમાં ઘણા નવા પગલાં લેવામાં આવ્યા. સેબી બોર્ડે ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગનો સામનો કરતા કોર્પોરેટ્સ માટે માપદંડોમાં ઢીલને પણ મંજૂરી આપી. આ માટે સિલેક્ટેડ કેસીસમાં અનિવાર્ય ખુલ્લી રજૂઆત સાથે છૂટ આપવામાં આવી.

બોર્ડની બેઠક પછી કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ બોર્ડના સભ્યો અને સેબીના ટોચના અધિકારીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન સેબીના ચેરમેન અજય ત્યાગીએ નાણામંત્રીને સિક્યોરિટીઝ માર્કેટની હાલની પરિસ્થિતિથી અવગત કરાવ્યા. સેબી તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે અરૂણ જેટલીએ તેમના ઘણા નવા અભિયાનોની સરાહના કરી છે.

સેબી બોર્ડે આ ઉપરાંત રિયલ એસ્ટેટ અને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ ન્યાસના લિસ્ટિંગની જોગવાઈઓને પણ સરળ કરવાની મંજૂરી આપી. સાથે જ બોર્ડે મ્યુચ્યુઅલ ફંડ્સ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને સિલેક્ટેડ ઓપ્શનલ ઇન્વેસ્ટમેન્ટ યુનિટ્સને જિન્સ ડેરિવેટિવ્સમાં વેપાર કરવાની પણ મંજૂરી આપી.

sebi