SBIનો નિર્ણય, 1 ઑક્ટોબરથી સસ્તી થશે હોમ અને ઑટો લોન

24 September, 2019 12:03 PM IST  |  નવી દિલ્હી

SBIનો નિર્ણય, 1 ઑક્ટોબરથી સસ્તી થશે હોમ અને ઑટો લોન

એસબીઆઈ

તહેવારો પહેલાં બૅન્ક ગ્રાહકોને દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)એ એક મોટી ભેટ આપી છે. એસબીઆઇએ ૧ ઑક્ટોબરથી એમએસએમઇ, હાઉસિંગ અને રિટેલ લોનની તમામ ફ્લોટિંગ રેટ લોન માટે એક્સટર્નલ બેંચમાર્ક તરીકે રેપો રેટને અપનાવવાનો નિર્ણય લીધો છે. એસબીઆઇના આ નિર્ણયથી માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ) ને મોટો ફાયદો થશે.

આ પણ વાંચો : રાજકીય તંગદિલીના સહારે વૈશ્વિક બજારોમાં સોનું મજબૂત, ચાંદીમાં ઉછાળો

અગાઉ, ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ) એ જાહેરાત કરી હતી કે ૧ ઑક્ટોબરથી, નવા ફ્લોટિંગ દરવાળા વ્યક્તિગત અને છૂટક એમએસએમઇ લોન બાહ્ય બેંચ માર્ક સાથે જોડવામાં આવશે. જો કે, બૅન્કો પોતાનો બેંચ માર્ક સેટ કરવા માટે મુક્ત રહેશે. રિઝર્વ બૅન્કે બૅન્કોને રેપોદર ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક નાણાકીય બીલ અથવા નાણાકીય બેંચ માર્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રજૂ કરાયેલા કોઈ પણ બજાર વ્યાજદરમાંથી એકને પસંદ કરવાનો વિકલ્પ આપ્યો હતો.

state bank of india business news