SBIએ FDની વ્યાજ દરમાં કર્યા ફેરફાર, જાણો શું છે નવા દરો

28 May, 2019 06:37 PM IST  |  નવી દિલ્હી

SBIએ FDની વ્યાજ દરમાં કર્યા ફેરફાર, જાણો શું છે નવા દરો

SBIએ FDની વ્યાજ દરમાં કર્યા ફેરફાર

દેશના સૌથી વધુ ઋણ આપનાર ભારતીય સ્ટેટ બેંકે આ વર્ષે બીજી વાર FD પર પોતાના વ્યાજદરોમાં ફેરફાર કર્યો છે. બેંકે 9 મે 2019થી કેટલીક મેચ્યોરિટીઝ પરના વ્યાજ દરમાં ફેરફાર કર્યા છે. એસબીઆઈની ઑફિશિયલ વેબસાઈટ અનુસાર, જે મેચ્યોરિટીઝ 1 વર્ષથી 2 વર્ષ વચ્ચેનું છે, તેના પર વ્યાજદર 6.8 થી વધારીને 7 ટકા કરી દેવામાં આવ્યું છે. પરંતુ, બીજી અનેક મેચ્યોરિટીઝ પર વ્યાજ દર ઓછા કરવામાં આવ્યા છે.

બે વર્ષથી ત્રણ વર્ષ વચ્ચેની એફડી પર SBIએ વ્યાજ દર ઘટાડીને 6.8 ટકાથી ઘટાડીને 6.75 ટકા કરી દીધો છે. ત્યાં જ 3 વર્ષથી લઈને 5 વર્ષ વચ્ચેની ડિપોઝિટ્સ પર વ્યાજ દરમાં થોડો એવા વધારો કરવામાં આવ્યો છે. જે બાદ વ્યાજ દર 6.8 ટકા થી ઘટાડીને 6.70 ટકા કરવામાં આવ્યો છે. 5 થી 10 વર્ષની વચ્ચેના ડિપોઝિટ પર પણ વ્યાજદર 6.85 ટકાથી ઘટાડીને 6.60 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની FD પરના વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. સાથે જ વરિષ્ઠ નાગરિકોને પોતાની ડિપોઝિટ પર મળનારી 0.5 ટકા વધારાનું વ્યાજ પહેલાની જેમ મળતું રહેશે.

આ પણ વાંચોઃ CIC નો આદેશ, RBI લોન ડિફોલ્ટરોના નામ જાહેર કરે

મહત્વનું છે કે આ મહિનાની શરૂઆતમાં જ SBIએ પોતાના ઋણ લેનારા માટે ફંડ આધારિતા વ્યાજ દર(MCLR)ની સીમાંત લાગતને 5 આધાર અંક સુધી ઓછું કરી દીધું હતું. જેનાથી હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો થયો છે. મહત્વનું છે કે, એક લાખથી વધુની લિમિટ ધરાવતા SBIના તમામ જમા ખાતા અને ઓવર ડ્રાફ્ટ RBIની બેન્ચમાર્કની નીતિ સાથે જોડાઈ ગયા છે.

state bank of india business news