સર્વર પર પાસવર્ડ લગાવવાનો ભૂલી ગઈ SBI, ગ્રાહક ખાતાઓની વિગતો લીક

31 January, 2019 03:15 PM IST  |  બિઝનેસ ડેસ્ક

સર્વર પર પાસવર્ડ લગાવવાનો ભૂલી ગઈ SBI, ગ્રાહક ખાતાઓની વિગતો લીક

ફાઇલ

જો તમારું અકાઉન્ટ દેશની સૌથી મોટી બેંક 'સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા'માં છે તો તમારા માટે કોઈ સારી ખબર નથી. એવું થઈ શકે છે કે તમારા અકાઉન્ટની જાણકારી હેકર્સના હાથોમાં પહોંચી ગઈ છે. ટેકક્રંચના એક રિપોર્ટ પ્રમાણે, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પોતાના સર્વરને સુરક્ષિત કરવાનું ભૂલી ગઈ હતી જેના કારણે લાખો લોકોની બેંકની જાણકારી લીક થઈ શકે છે.

જાણકારોની સલાહ છે કે એવામાં તમારે તાત્કાલિક તમારો ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ બદલી નાખવો જોઈએ. જોકે હવે બેંકનો દાવો છે કે તેણે પોતાના સર્વરને સુરક્ષિત કરી લીધું છે. પરંતુ એ નથી જણાવ્યું કે સર્વરને સુરક્ષિત કરતા પહેલા કેટલા ખાતાઓની જાણકારી લીક થઈ હશે. જોકે સીબીઆઇના નિવેદનથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે તેનાથી એક મોટી ચૂક થઈ હતી. ટેકક્રંટચના રિપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો કે જે સમયે એસબીઆઇના સર્વર પર પાસવર્ડ નહોતો લાગ્યો, ત્યારે જ બેંકના ગ્રાહકોને મેસેજ મોકલવામાં આવી રહ્યો હતો અને ફક્ત સોમવારે બેંક તરફથી ગ્રાહકોને લગભગ 30 લાખ મેસેજ મોકલવામાં આવ્યા છે. તેમાં તેમના ખાતાઓ સાથે સંકળાયેલી જાણકારી પણ સામેલ છે. આ મામલે સ્ટટે બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે હવે સર્વરને પાસવર્ડ દ્વારા સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકન ઓનલાઈન પબ્લિશર્સ ટેકક્રંચના એક રિપોર્ટ પ્રમાણે, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાતી તાજેતરમાં જ એક મોટી ભૂલ થઈ. બેંક પોતાના સર્વરને સુરક્ષિત કરવાનું ભૂલી ગઈ હતી, જેના કારણે લાખો લોકોના બેંકની જાણકારી લીક થઈ શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બેંકે પોતાના સર્વરને પાસવર્ડ વગર જ છોડી દીધું હતું.

આ પણ વાંચો: FBને રૂ.48,848 કરોડનો રેકોર્ડ નફો, શેર્સમાં તેજીથી માર્કેટકેપ 3.75 લાખ કરોડ વધી

એસબીઆઇ ક્વિક સર્વિસ દ્વારા ગ્રાહક મિસ્ડ કોલ મારફતે બેંક બેલેન્સ, મિનિ સ્ટેટમેન્ટ વગેરે જાણકારીઓ મેળવે છે. જોકે હજુ સુધી એ વાતનો ખુલાસો થયો નથી કે સર્વર કેટલા દિવસો સુધી પાસવર્ડ વગર રહ્યું છે.

state bank of india