70.20 રૂપિયા થયો એક ડોલરનો ભાવ, જાણો મજબૂતીના કારણો

20 December, 2018 03:05 PM IST  | 

70.20 રૂપિયા થયો એક ડોલરનો ભાવ, જાણો મજબૂતીના કારણો

ક્રૂડના ઘટી રહેલા ભાવોએ રૂપિયાને મજબૂત કરવામાં મદદ કરી છે. (ફાઇલ)

ગુરૂવારે શરૂઆતના વેપારમાં રૂપિયો મજબૂત થતો જોવા મળી રહ્યો છે. બપોરે 12.40 વાગે રૂપિયો ડોલરની સરખામણીએ 70.20ના સ્તરે ટ્રેડ કરતો જોવા મળ્યો. જ્યારે આજે દિવસે રૂપિયો ડોલરની સરખામણીએ 70.63ના સ્તરે ખુલ્યો હતો.

વીતેલા દિવસોની વાત કરીએ તો બુધવારે કારોબારમાં રૂપિયો ડોલરની સરખામણીએ 5 પૈસા સુધરીને 70.39ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે મંગળવારે રૂપિયો 70.44ના સ્તર પર બંધ થયો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં સોમવારે રૂપિયો 71.56 ના સ્તરે બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં રૂપિયો 74ના સ્તરને આંબી ગયો હતો અને વીતેલા 3 મહિનામાં જ રૂપિયો 70ની નીચેના સ્તરે પણ પહોંચ્યો છે.

શું છે રૂપિયાની મજબૂતીનું કારણ

કેડિયા કોમોડિટીના પ્રમુખ અજય કેડિયાએ જણાવ્યું કે ડોલરની સરખામણીએ રૂપિયામાં થઈ રહેલા સુધારની પાછળ ઘણી મહત્વના કારણો છે. સૌથી પહેલું કારણ તો એ કે ક્રૂડના ઘટી રહેલા ભાવ રૂપિયાને મજબૂતી આપવાનું કામ કરી રહ્યા છે. ઓક્ટોબર મહિનાથી લઈને અત્યાર સુધી ક્રૂડની કિંમતોમાં 35 ટકા સુધીનો ઘટાડો નોંધવામાં આવી ચૂક્યો છે. આ ઉપરાંત ડોલરમાં થઈ રહેલો સતત ઘટાડો પણ રૂપિયાની મજબૂતીનું મુખ્ય કારણ છે. કેડિયાએ જણાવ્યું કે ફેડની તાજેતરની બેઠકમાં સંકેત આપવામાં આવ્યા છે કે વર્ષ 2019માં ફર્ત બે વાર જ વ્યાજદરો વધારવામાં આવશે, જ્યારે આ પહેલા 3 વાર વધારાના સંકેતો આપવામાં આવ્યા હતા. આ કારણે પણ ડોલરની સામે રૂપિયો મજબૂત થયો છે.

અજય કેડિયાએ જણાવ્યું કે આ કારણો ઉપરાંત આરબીઆઇના નવા ગવર્નરની નિયુક્તિએ બજારમાં લિક્વિડિટીની સ્થિતિને પહેલાથી કરતા વધુ સારી થવાના સંકેતો આપ્યા છે. આ અટકળોએ પણ રૂપિયાને સહારો આપવાનું કામ કર્યું છે.

indian rupee