Reliance Communications પાસેથી ચીનની બેન્કોએ માગ્યા 2.1 બિલિયન ડૉલર

18 June, 2019 03:32 PM IST  |  મુંબઈ

Reliance Communications પાસેથી ચીનની બેન્કોએ માગ્યા 2.1 બિલિયન ડૉલર

નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન પાસે હવે ચીનની બેન્કો પૈસા માગી રહી છે. ચાઈના ડેવલપમેન્ટ બેન્ક, ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેન્ક ઓફ ચાઈના, એક્ઝિમ બેન્ક ઓફ ચાઈના સહિતની ચીનની બેન્કોએ કંપની પાસેથી 2.1 બિલિયન ડૉલર માગ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે સ્ટૉક એક્સચેન્જમાં એક ભારતીય કંપનીએ કરીલી ફાઈલિંગ પ્રમાણે સરકારી ચાઈના ડેવલપમેન્ટ બેન્કે 98.6 બિલિયન રૂપિયા સાથે રિલાયન્સ પાસેથી સૌથી વધુ પૈસા માગી રહી છે. તો એક્ઝિમ બેન્ક ઓફ ચાઈનાએ 33.6 બિલિયન રૂપિયાની માગ કરી છે. અને ઈન્ડસ્ટ્રીય કમર્શિયલ બેન્ક ઓફ ચાઈનાએ 15.54 બિલિયન રૂપિયા માગ્યા છે.

ભારતન દેવા અંગેની કોર્ટ આ તમામ લેણદારો અને અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુશિકેશન્સના કેસમાં સુનાવણી કરી રહી છે. હવે કોર્ટે કંપનીની સંપત્તિ માટે ખરીદદારો શોધવા અને વેચાણથી મળતી રકમને લોન ચૂકવવા માટે આપવા પ્રયત્ન કરાઈ રહ્યા છે. આ પહેલા અનિલ અંબાણીના ભાઈ અને એશિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે 173 બિલિયન રૂપિયામાં રિલાયન્સ કમ્યુનિકેશન્સની સંપત્તિ ખરીદવાની રજૂઆત કરી હતી, પરંતુ કેટલાક અવરોધને કારણે આ ડીલ નહોતી થઈ શકી. જો આ ડીલ થાય તો લેણદારોને પોતાના પૈસા પાછા ઝડપથી મળી જતા.

ઉલ્લેખનીય છે કે માર્ચમાં મુકેશ અંબાણીની મદદથી અનિલ અંબાણી જેલ જવાથી બચ્યા હતા. તેમણે અનિલ અંબાણીને 80 મિલિયન ડૉલરની મદદ કરી હતી. રિલાયન્સ કમ્યુનિકેશન્સમાં સોમવારે લેણદારોની યાદી જાહેર કરી છે. ભારતીય દેવાળિયા નિયમની અંતર્ગત 573.82 બિલિયન રૂપિયાનો દાવો કરી રહ્યા છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે રશિયન ઈન્વેસ્ટમેન્ટ બેન્ક VTB Capital of Russiaએ રિલાયન્સ કમ્યુનિકેશન્સ પર 5.11 બિલિયન રૂપિયાનો દાવો કરી રહ્યા છે. આ ઉપરાં સ્ટાન્ડર્ડ ચાર્ટ્ડ બેન્કે, Deutsche બેન્ક, ડીબીએસ બેન્ક અને અમીરાત એનડીબી બેન્કની લેવડવેડ ચાર્ચમાં અન્ય વિદેશી સંસ્થાઓ પણ સામેલ છે.

anil ambani reliance business news