રવનીત ગિલે યસ બેન્કના MD અને CEO તરીકે કાર્યભાર સંભાળ્યો

01 March, 2019 06:21 PM IST  | 

રવનીત ગિલે યસ બેન્કના MD અને CEO તરીકે કાર્યભાર સંભાળ્યો

યસ બેન્કના સીઈઓ અને એમડીનો પદભાર સંભાળ્યો

રવનીત ગિલે યસ બેન્કના સીઈઓ અને એમડીનો પદભાર સંભાળ્યો છે. રવનીત ગિલની પસંદગી ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે. આ પહેલા રાણા કપૂર યસ બેન્કના સીઈઓ અને એમડી હતા. યસ બેન્કે તેના ઓફિસિયલ સ્ટેટમેન્ટમાં જાહેર કર્યું હતું કે, રવનીત ગીલે 1 માર્ચથી યસ બેન્કના સીઈઓ અને એમડી તરીકેનો ભાર સંભાળ્યો છે. રવનીત ગિલની ત્રણ વર્ષ માટેની પસંદગીની મંજૂરી RBI દ્વારા કરવામાં આવી હતી

ગિલની નિયુક્તિ શેર ધારકોની મંજૂર પણ થશે. આ નિર્ણય જૂન 2019માં થનારી વાર્ષિક જનરલ મિટીંગમાં કરાશે. બેન્ક કહ્યું હતું કે, અજય કુમાર કે જેમને બેન્કના અંતરિમ એમડી અને સીઈઓ બનાવવામાં આવ્યા હતા તેમણે 28 ફેબ્રુઆરીથી તેમનુ પદ છોડ્યું હતુ અને તેમના એમડી અને સીઈઓ તરીકે જવાબદારીમાં આવતા તમામ કામો તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.

 આ પણ વાંચો: કૉમોડિટી માર્કેટમાં ટ્રેન્ડ ને ટેક્નૉલૉજીના બદલાવથી વિકાસની ઉજ્જવળ આશા