અપેક્ષા કરતા મારૂતિના પરિણામ ખરાબ, નફો ઘટ્યો, 8% સુધી તૂટ્યો શેર

25 January, 2019 05:35 PM IST  |  નવી દિલ્હી

અપેક્ષા કરતા મારૂતિના પરિણામ ખરાબ, નફો ઘટ્યો, 8% સુધી તૂટ્યો શેર

ફાઇલ ફોટો

દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકીના પરિણામો અપેક્ષા પ્રમાણે આવ્યા નથી. શુક્રવારે કંપની તરફથી જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના નફામાં 17.2 ટકાનો ઘટાડો થયો અને તે ઓછો થઈને 1489 કરોડ રૂપિયા થઈ ગયો.

કંપનીને થયેલો નફો વિશ્લેષકોના અંદાજ કરતા ઓછો છે. રોઈટર્સના પોલમાં 1744 કરોડ રૂપિયાના નફાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં કંપનીને 1744 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

સંબંધિત ક્વાર્ટરમાં કંપનીએ કુલ 4,28,643 વાહનોનું વેચાણ કર્યું, જે ગયા વર્ષના આ જ ક્વાર્ટરની સરખામણીએ સામાન્ય 0.6 ટકા ઓછું છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ તાજેતરમાં જ કેટલાક સિલેક્ટેડ મોડલ્સની કિંમતોમાં 10,000 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો.

આ પણ વાંચો: SCએ નાદારી કાયદાની માન્યતા રાખી યથાવત, રદ થઈ તમામ અરજીઓ

ખરાબ પરિણામોને કારણે તૂટ્યો શેર

કંપનીના ખરાબ પરિણામોની અસર તેના શેર્સ પર પણ જોવા મળી. શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)માં કંપનીનો શેર 8 ટકાથી વધુ ઘટીને 6465 રૂપિયા પર બંધ થયો. જાન્યુઆરી મહિનામાં આ શેર 13 ટકાથી વધુ નીચે સુધી ઘટી ગયો છે. છેલ્લા એક વર્ષના આધારે જોવા જઇએ તો તેમાં 30 ટકાથી વધુ ઘટાડો થયો છે.

maruti suzuki