8 ફેબ્રુઆરીના પીયૂષ ગોયલ કરશે બજેટ પછીની પહેલી પ્રેસ કોન્ફરન્સ

07 February, 2019 06:22 PM IST  |  મુંબઈ

8 ફેબ્રુઆરીના પીયૂષ ગોયલ કરશે બજેટ પછીની પહેલી પ્રેસ કોન્ફરન્સ

ફાઇલ ફોટો

નાણામંત્રી, કોર્પોરેટ બાબતોના મંત્રી અને રેલવે તથા કોલસાના મંત્રી પીયૂષ ગોયલ બજેટ પછીનું પહેલું ઇન્ડસ્ટ્રી ઇન્ટરેક્શન અને પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ પણ હાજર રહેશે. મુંબઈના બીએસઈ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આ ઇવેન્ટ યોજાશે. 8 ફેબ્રુઆરીના રોજ સાંજે 6.30 વાગે પીયૂષ ગોયલ આ ઇન્ટરેક્શન કરશે. આ માટે મીડિયાના લોકોને પણ બોલાવવામાં આવ્યા છે, જેમનો મીડિયા રિપોર્ટિંગ ટાઇમ 5.30 વાગ્યાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે પીયૂષ ગોયલે 1 ફેબ્રુઆરીના રોજ મોદી સરકારનું છેલ્લું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને ખૂબ હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને મધ્યમવર્ગના લોકોએ આ બજેટને વધાવી લીધું હતું. આવતીકાલના ઇન્ટરેક્શનમાં પીયૂષ ગોયલ બજેટની અસરો અને તેની પ્રતિક્રિયાઓ અંગે ચર્ચા કરી શકે છે.

piyush goyal