17 November, 2025 09:59 AM IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૫૫૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૬૨.૨૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૫,૯૫૧.૪૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૩૪૬.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૮૪,૫૬૨.૭૮ બંધ રહ્યો. ઉપરમાં ૮૪,૯૨૦ ઉપર ૮૫,૧૦૬, ૮૫,૨૯૦, ૮૫,૯૭૮ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૪,૦૨૯ નીચે ૮૩,૯૩૬ સપોર્ટ ગણાય. શુક્રવારે છેલ્લી પંદર મિનિટમાં આવેલો સુધારો વેચાણકાપણીનો હતો માટે સોમવારે ખૂલતામાં ઉતાવળ ન કરવી. સમજીને વેપાર કરવો. સીમાડાઓ પર નજર રાખવી.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧૨૬૫ ગણાય (જ્યારે માલની સપ્લાય અમુક ભાવે એકસરખી હોય અને ડિમાન્ડ અમુક ઓછા ભાવે હોય, જ્યારે ભાવો આ ઓછા ભાવની પાસે પહોંચે છે ત્યારે માલ ખરીદવામાં આવે છે જેને લીધે ભાવો પાછા અપર બાઉન્ડરી લાઇન પાસે પહોંચી જાય છે ત્યારે લોકો વેચવા માટે તૈયાર થઈ જાય છે એને લીધે ભાવો પાછા લોઅર બાઉન્ડરી લાઇન પાસે પહોંચી જાય છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫૮૪૨.૧૦ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
આઇશર મોટર (૬૬૯૫.૦૦) : ૭૧૨૨.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૭૯૭ ઉપર ૬૮૫૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૬૭૦ નીચે ૬૫૭૯, ૬૪૭૦ સુધીની શક્યતા.
જિયો ફાઇનૅન્સ (૩૧૪.૫૦) : ૨૯૩.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૧૭ ઉપર ૩૨૨, ૩૩૪, ૩૩૮ મહત્ત્વની સપાટી ગણાય. એની ઉપર વધુ સુધારો જોવા મળશે. વધ-ઘટે ખૂબ જ સારો ભાવ આવશે. નીચામાં ૩૦૭ નીચે ૩૦૨ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફટી ફ્યુચર (૫૮,૬૪૪.૪૦) : ૫૭,૪૫૦.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૮,૭૭૫ ઉપર ૫૮,૮૩૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૮,૩૦૦ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૫૯૫૧.૪૦) : ૨૫૪૨૮.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૯૮૩ ઉપર ૨૬,૦૯૩ કુદાવે તો ૨૬,૨૮૫, ૨૬,૪૦૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૫,૮૧૫ નીચે ૨૫,૭૫૦ મહત્ત્વની સપાટી ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
CDSL (૧૬૨૫.૮૦) : ૧૫૧૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૪૨ ઉપર ૧૬૬૭ કુદાવે તો ૧૬૯૧, ૧૭૧૫ સુધીની શક્યતા. નીચામાં ૧૬૧૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ICICI પ્રુડેન્શિયલ લાઇફ (૬૩૦.૩૫) : ૫૮૯.૧૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૩૫ ઉપર ૬૪૩, ૬૫૦, ૬૫૭ સુધીની શક્યતા. નીચામાં ૬૨૦ નીચે ૬૧૪ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર: ના માગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે. - મરીઝ