દેવાં હેઠળ દબાયેલું BSNL 80 હજાર કર્મચારીઓને VRS ઑફર કરશે

08 September, 2019 12:59 PM IST  |  નવી દિલ્હી

દેવાં હેઠળ દબાયેલું BSNL 80 હજાર કર્મચારીઓને VRS ઑફર કરશે

બીએસએનએલ

ભારે દેવાં હેઠળ દબાયેલી સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ(ભારત સંચાર નિગમ લિમિટેડ)૮૦,૦૦૦ કર્મચારીઓને વીઆરએસ એટલે કે વોલિયેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ ઑફર કરવા માટે વિચારણા કરી રહી છે.

કંપની પોતાનો ખર્ચો ઓછો કરવામાં માગે છે. એક અહેવાલ પ્રમાણે કંપનીના ચૅરમૅન પ્રવીણ કુમારે કહ્યું હતું કે, બીએસએનએલ દ્વારા આકર્ષક વીઆરએસ પ્લાન તૈયાર કરીને સરકાર પાસે મંજૂરી માટે મોકલાયો છે. સરકાર મંજૂર કરતાની સાથે જ આ સ્કીમ અમલમાં મુકાશે.

એ પછી કંપની કૉન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ રાખીને કામગીરી કરશે. જોકે, કંપનીના ટાર્ગેટ પ્રમાણે ૮૦,૦૦૦ કર્મચારીઓને વીઆરએસ આપવામાં આવે તો પણ બીજા એક લાખ કર્મચારીઓ કંપનીમાં કામ કરશે.

હાલમાં કંપનીના કુલ ખર્ચમાં ૭૫ ટકા હિસ્સો કર્મચારીઓના પગારનો છે. તેવામાં જો ૮૦,૦૦૦ કર્મચારીઓ નિવૃત્તિ લે તો આ ખર્ચમાં ઘટાડો થશે તેવું કંપનીને લાગે છે.

bsnl business news