જેટને ફરી બેઠી કરવાના માર્ગો વિશે લેણદાર બૅન્કો કરી રહી છે વિચારણા

17 April, 2019 10:48 AM IST  | 

જેટને ફરી બેઠી કરવાના માર્ગો વિશે લેણદાર બૅન્કો કરી રહી છે વિચારણા

જેટ ઍરવેઝ

જેટ ઍરવેઝના ભવિષ્ય વિશે જાતજાતની શંકા-કુશંકાઓ વચ્ચે લેણદાર બૅન્કોએ કહ્યું હતું કે કંપનીને ફરી બેઠી કરવાના માર્ગો વિશે ચર્ચા કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં એને વધુ નાણાં આપવામાં આવશે.

જેટ ઍરવેઝમાં હિસ્સો ખરીદવા માટે ભૂતપૂર્વ ચૅરમૅન નરેશ ગોયલે બિડ કરવાનું માંડી વાળ્યું એવા અહેવાલો મંગળવારે વહેતા થયા હતા. એ દરમિયાન લેણદાર પંજાબ નૅશનલ બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુનીલ મહેતાએ પત્રકારોને જણાવ્યું હતું કે અત્યાર સુધી કંઈ નક્કી થયું નથી. ઍરલાઇન્સના પુનરુત્થાન માટે ચર્ચા ચાલી રહી છે.

બૅન્કોના પ્રતિનિધિઓએ આ વિષયે નાણાસચિવ રાજીવ કુમાર સાથે પણ ચર્ચા કરી હોવાનું મનાય છે.

જેટ ઍરવેઝ પર ૮૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે કરબોજ છે.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના વડપણ હેઠળના લેણદાર બૅન્કોના સમૂહ વતી એસબીઆઇ કૅપિટલ માર્કેટ્સને જેટ ઍરવેઝના હિસ્સાના વેચાણ બાબતે અધિકાર આપવામાં આવ્યો છે.

એક સરકારી અધિકારીએ જણાવ્યા મુજબ બૅન્કો પાસેથી નાણાં મળવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે જેટના પ્રકરણમાં નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ પાસે જવાનો વિકલ્પ રાખવામાં આવ્યો નથી. અત્યારે તો બૅન્કો જ એનો હલ લાવવાની કોશિશ કરી રહી છે.

દરમિયાન કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની મીટિંગ પણ મંગળવારે આ લખાય છે ત્યાં સુધી ચાલી રહી હતી. ડિરેક્ટર્સે કામચલાઉ ધોરણે કંપનીનું કામકાજ બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું એક ન્યુઝ-ચૅનલે જણાવ્યું હતું.

જેટ ઍરલાઇન્સને વધારાનું ભંડોળ આપવા બાબતે બૅન્કોમાં મતભેદ

જેટ ઍરવેઝના ઉડાનના દિવસો હજી કપરાં જણાઈ રહ્યાં છે. આ ઍરલાઇન્સને આર્થિક ક્રાઇસિસમાંથી બહાર લાવવા માટે વધારાનું ધિરાણ આપવા બાબતે બૅન્કોમાં હજી મતભેદ પ્રવર્તી રહ્યા હોવાનું જાણવા મળે છે. અમુક લેણદાર બૅન્કો વધુ ધિરાણ આપવા માટે નરેશ ગોયલ પાસેથી વધુ શૅરો ર્મોગેજ સ્વરૂપે માગે છે અને વધુ પ્લેન્સ પણ. જેટને વધારાનું ધિરાણ આપવા બાબતે લેન્ડર્સ જૂથ વચ્ચે મતભેદો છે.

સોમવારે આ વિષયમાં ર્બન્કોની મીટિંગ થઈ હતી જેમાં કોઈ નિષ્કર્ષ આવ્યો નહોતો. આમ વધારાનું ભંડોળ છૂટું નહીં કરાતાં ઍરલાઇનની દશા એ જ રહી છે એ પોતાનું કામકાજ શરૂ કરી શકે એમ નથી. જેટ ઍરલાઇન્સને કૅશની તાતી જરૂર છે જેની વ્યવસ્થા થઈ શકી નથી. ત્ઘ્ત્ઘ્ત્ બૅન્ક, યસ બૅન્ક અને પંજાબ નૅશનલ બૅન્કે વધારાનું ફંડ છૂટું કરવા સામે વાંધો લીધો હતો, જ્યારે સ્ટેટ ર્બન્ક, કૅનેરા ર્બન્ક અને બૅન્ક ઑફ ઇન્ડિયા તેમ જ સિન્ડિકેટ બૅન્કે વાંધો દર્શાવ્યો નહોતો.

સુરેશ પ્રભુએ જેટ ઍરવેઝ સંબંધિત બાબતોની સમીક્ષા કરવાનો અનુરોધ કર્યો

આર્થિક ભીંસમાં સપડાયેલી જેટ ઍરવેઝ સંબંધિત વિમાનભાડાં અને ફ્લાઇટ્સ રદ થવા સહિતની બાબતોની પુનર્સમીક્ષા કરવાનો અનુરોધ મુલકી ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ કર્યો છે.

પ્રભુએ મુલકી ઉડ્ડયન સેક્રેટરી પ્રદીપ સિંહ ખારોલાને ઉતારુઓના હક અને સલામતીના રક્ષણ માટે જરૂરી પગલાં લેવાનો આદેશ આપ્યો છે.

જેટ ઍરવેઝ ભારે નાણાકીય ભીડનો સામનો કરી રહી છે અને એણે આંતરરાષ્ટ્રીય કામગીરી કામચલાઉં સ્થગિત કરી દીધી છે અને અત્યારે ૧૦થી ઓછાં વિમાન ઑપરેટ કરી રહી છે.

પ્રભુએ મંગળવારે એક ટ્વીટમાં કહ્યું હતું કે ‘જેટ ઍરવેઝ સંબંધે ભાડાંમાં વધારો અને ફ્લાઇટ રદ કરવા વગેરે સંબંધિત બાબતોની પુનર્સમીક્ષા કરવા મુલકી ઉડ્ડયન મંત્રાલયના સેક્રેટરીને આદેશ આપ્યો છે.

ઉપરાંત પ્રભુએ ઉતારુઓના રાઇટ્સના રક્ષણ અને સલામતી માટેનાં પગલાં લેવાનો આદેશ આપ્યો છે.

એક સપ્તાહમાં સતત બીજી વખત પ્રભુએ જાહેરમાં જેટ ઍરવેઝ સંબંધિત મુદ્દાની પુનર્સમીક્ષાનો અનુરોધ કર્યો છે.

સોમવારે ધિરાણકર્તાઓ રોકડની તંગી અનુભવી રહેલી ઍરલાઇનને તત્કાળ ભંડોળ પૂરું પાડવા બાબતે અંતિમ નિર્ણય લઈ શક્યા નહોતા.

તમે જાણો છો એ મુજબ અમે ધિરાણકર્તાઓ પાસેથી અમારી કામગીરી ચાલુ રાખવા ધિરાણકર્તાઓ પાસેથી વચગાળાનું ભંડોળ પ્રાપ્ત કરવા માટે કામ કરી રહ્યા છીએ. હજી સુધી વચગાળાનું ભંડોળ પ્રાપ્ત થયું નથી અને એને પરિણામે અમે અમારી આંતરરાષ્ટ્રીય કામગીરી ૧૮ એપ્રિલ સુધી મોકૂફ રાખી છે એમ ઍરલાઇનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વિનય દુબેએ સોમવારે એક આંતરિક સંદેશવ્યવહારમાં કહ્યું હતું.

માર્ચની ૨૫ તારીખે ઍરલાઇનના બોર્ડે ડેટ રિઝૉલ્યુશન પ્લાન મંજૂર કર્યો હતો જેમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની આગેવાની હેઠળના ધિરાણકર્તાઓ ૧૫૦૦ કરોડની તાકીદની લોન પૂરી પાડશે અને ઍરલાઇનનો અંકુશ પણ લઈ લેશે.

jet airways