કંપનીઓની વેરા જવાબદારીઓ ઑપરેશનલ ડેટ છે : NCLAT

22 March, 2019 11:09 AM IST  | 

કંપનીઓની વેરા જવાબદારીઓ ઑપરેશનલ ડેટ છે : NCLAT

પ્રતીકાત્મક તસવીર

નૅશનલ કંપની લૉ ઍપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)એ એવું ઠરાવ્યું છે કે ઋણગ્રસ્ત કંપનીઓના આવકવેરા અને વૅલ્યુ ઍડેડ ટૅક્સ સહિતની જવાબદારીઓ ‘ઓપરેશનલ ડેટ’ કહેવાય. NCLATના આ ચુકાદાથી સંબંધિત ટૅક્સ ડિપાર્ટમેન્ટ્સને ઑપરેશનલ ક્રેડિટર્સ ગણી શકાશે.

ન્યાયમૂર્તિ એસ. જે. મુખોપાધ્યાયના વડપણ હેઠળની બે સભ્યોની NCLAT બેન્ચે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યના વેરાવિભાગો, જેવા કે આવકવેરા વિભાગ, વેચાણવેરા વિભાગ અને સ્થાનિક વેરા ઑથોરિટી ઇન્સૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્ટસી કોડના સેક્શન ૫(૨૦) હેઠળ ઑપરેશનલ ક્રેડિટર્સ છે અને તેમનાં કાયદેસરનાં લેણાં ઑપરેશનલ ડેટના અર્થ સાથે સુસંગત છે.

ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ અને મહારાષ્ટ્રના સેલ્સ ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાર પિટિશન NCLATમાં કરવામાં આવી હતી, જેમાં એ મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો કે સ્ટૅચ્યુટરી ડ્યુઝ ઑપરેશનલ ડેટ કહેવાય કે નહીં અને જો કહેવાય તો સંબંધિત ટૅક્સ ડિપાર્ટમેન્ટ ઑપરેશનલ ક્રેડિટર ગણાય કે નહીં. આ ચાર પિટિશન સંબંધે NCLATએ ઉક્ત ચુકાદો આપ્યો હતા.

news