દેવું ઓછું કરવા રિલાયન્સ જિયો ટુંક સમયમાં વેચી દેશે આ કંપનીઓ

10 February, 2019 09:24 PM IST  | 

દેવું ઓછું કરવા રિલાયન્સ જિયો ટુંક સમયમાં વેચી દેશે આ કંપનીઓ

ફાઇલ ફોટો

રિલાયન્સ જિયો પોતાનું દેવું ઓછું કરવા માટે ટુંક સમયમાં પોતાની 2 કંપનીઓ વેચી શકે છે. તેમાં રિલાયન્સ જિયો પોતાના ટેલિકોમ ટાવર અને ઓપ્ટિક ફાયબરનું વિસ્તરણ કરતી કંપનીઓને વેચવા જઈ રહ્યું છે. તેને વેચવા માટે કંપનીએ ઇન્ફ્રા અને પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકાર કંપની બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટને સિલેક્ટ કરી છે. આ સમગ્ર સોદો 15 બિલિયન ડોલર (1.07 લાખ કરોડ રૂપિયા)માં થશે. ઉલ્લેખનીય છે કે જિયો પર બજારના લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

આ પણ વાંચો: રિલાયન્સ પશ્ચિમ બંગાળમાં કરશે રૂ.10,000 કરોડનું રોકાણ: મુકેશ અંબાણી

જિયોના સમગ્ર દેશમાં લગભગ 2.2 લાખ ટાવર છે. આ ઉપરાંત 3 લાખ કિલોમીટરનું ઓપ્ટિક ફાઇબર છે જે 30 કરોડ ગ્રાહકોને પોતાનું નેટવર્ક પહોંચાડે છે. જ્યારે બ્રુકફીલ્ડ પાસે હાલમાં સમગ્ર વિશ્વમાં લગભગ 330 બિલિયન ડોલરની સંપત્તિ છે. ગત વર્ષે જ કંપનીએ રિલાયન્સની માલિકીવાળી 1400 કિલોમીટર લાંબી ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇનને 2 બિલિયન ડોલરમાં ખરીદી હતી. આ પાઇપલાઇન આંધ્રપ્રદેશના કાકીનાડાથી શરૂ થઇ ગુજરાતના ભરૂચ સુધી જાય છે. જો આ સમજૂતી થઇ જાય છે તો પછી બ્રુકફીલ્ડ સમગ્ર દેશમાં સૌથી મોટી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બની જશે.