સત્યા નડેલાએ ભારતીય કંપનીઓની ટેક્નિકલ ક્ષમતા બાબતે કરી વાત

24 February, 2020 07:55 PM IST  |  Mumbai Desk

સત્યા નડેલાએ ભારતીય કંપનીઓની ટેક્નિકલ ક્ષમતા બાબતે કરી વાત

માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલા આજે ભારતમાં હાજર છે ત્યારે તેમણે ભારતીય કંપનીઓના સીઇઓને ટેક્નિકલ રીતે સક્ષમ બનવાની જરૂર છે એવું કહ્યું છે. એ પણ નક્કી કરવાનું રહેશે કે સમાધાન સંયુક્ત રીતે સામે આવે. નડેલાએ મુંબઇમાં માઇક્રોસૉફ્ટના ફ્યૂચર ડિકોડેડ સીઇઓ કૉન્ક્લેવમાં આ વાત કરી હતી. સોમવારે ભારતમાં આવેલા નડેલા અહીં ત્રણ દિવસ રહેશે.

પ્રૉડક્ટિવિટી વધારવામાં ડિજિટલ મુખ્ય માધ્યમ હોવું જોઇએ : નડેલા
નડેલાએ જણાવ્યું કે સાઇબર ક્રાઇમને કારણે વિશ્વના કારોબારી ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વિશ્વની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં અમે ઇચ્છીએ કે સૌથી વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીએ. 2030 સુધીમાં અમારી પાસે 50 અરબ કનેક્ટેડ ડિવાઇસ હોય. પ્રૉડક્ટિવિટી વધારવા માટે ડિજિટલની પ્રમુખ ભૂમિકા હોય. ભારતમાં સૉફ્ટવેર ઇન્જિનિયર માટે 72 ટકા નોકરીઓ ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીની બહાર છે.

બહારના લોકોને શોધવાને બદલે પહેલાથી જોડાયેલા લોકોમાં ટેલેન્ટની શોધ પર જોર આપવું જોઇએ- ટીસીએસ
કૉન્ક્લેવમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને ટીસીએસના સીઇઓ-એમડી રાજેશ ગોપીનાથન પણ સામેલ થયા. ગોપીનાથને કહ્યું કે ટેક્નિકલ પરિવર્તન માટે તેમની કંપનીમાં પહેલાથી હાજર લોકોમાં ટેલેન્ટ તૈયાર કરવા પર ધ્યાન આપવાની વાતને પ્રોત્સાહન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે મૂળે ભારતીય CEO સત્યા નડેલા છેલ્લે ત્યારે ચર્ચામાં હતા જ્યારે તેમણે નાગરિકતા સંશોધન કાયદો (CAA) પર ટિપ્પણી કરી હતી. ગયા મહિને નડેલાએ કહ્યું હતું કે, જે થઈ રહ્યું છે તે ખૂબ જ 'દુઃખદ' છે અને તે એક બાંગ્લાદેશી અપ્રવાસીને ભારતમાં આગામી યૂનિકૉર્ન બનાવવાનું પસંદ કરશે. સત્યા નડેલાના આ નિવેદન પછી ભારતીય રાજકારણમાં હલચલ મચી ગઈ હતી. 

ભારત હાલ Microsoft મોટી બજાર છે, બેંગલુરૂ અને હૈદરાબાદમાં આની ઑફિસ છે. આ સમય ભારત સરકાર નાગરિકોના ડેટા સુરક્ષાને લઈને ખૂબ જ ગંભીર છે. સરકાર ઇચ્છે છે કે ભારતીય નાગરિકોનો ડેટા ભારતમાં જ સ્ટોર કરવામાં આવે. ગયા વર્ષે સરકારે લોકસભામાં ડેટા પ્રૉટેક્શન બિલ પણ રજૂ કર્યું છે, જેને જૉઇન્ટ પાર્લિયામેન્ટરી કમિટી પાસે મોકલવામાં આવ્યું છે.

national news satya nadella microsoft business news tech news technology news