Jet Airwaysના પૂર્વ અધ્યક્ષ નરેશ ગોયલને વિદેશ જતા અટકાવાયા

25 May, 2019 08:31 PM IST  |  મુંબઈ

Jet Airwaysના પૂર્વ અધ્યક્ષ નરેશ ગોયલને વિદેશ જતા અટકાવાયા

નરેશ ગોયલ (Image Courtesy : ANI)

જેટ એરવેઝના પૂર્વ પ્રમુખ નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલને વિદેશ જતા અટકાવાયા છે. મુંબઈ એરપોર્ટ પરથી બંનેને વિદેશ જતા અટકાવાયા છે. નરેશ ગોયલ અને અનિતા ગોયલ અમીરતાની એરલાઈન્સમાં ફ્લાઈટ નંબર EK 507થી વિદેશ જઈ રહ્યા હતા. આ ફ્લાઈટ મુંબઈ એરપોર્ટથી 3.35 કલાકે ટેક ઓફ થવાની હતી. પરંતુ ઈમીગ્રેશ ઓફિસર્સે તેમને મુંબઈ એરપોર્ટ પર જ અટકાવી દીધા. 


લૂકઆઉટ નોટિસ છતાંય વિદેશ જઈ રહેલા પૂર્વ ચેરમેન નરેશ ગોયલ અને તેમની પત્નીની મુંબઈ એરપોર્ટ પરથી અટકાયત કરાઈ છે. તેમની ફ્લાઈટ ટેક ઓફ કરવા તૈયાર હતી, ત્યારે જ તેમને પાછા બોલાવાની પગલા લેવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે જેર એરવેઝ એરલાઈન્સ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહી છે. હાલ જેટ એરવેઝની બધી જ ફ્લાઈટ્સ ગ્રાઉન્ડેડ છે. બેન્ક પણ તેને વધુ લોન આપવાની ના પાડી ચૂકી છે. સંખ્યાબંધ કર્મચારીઓના પગાર પમ નથી થયા. ત્યારે નરેશ ગોયલે કંપનીના કર્મચારીઓને પત્ર લખીને ફરી કંપનીને ચાલતી કરવાની આશા દર્શાવી હતી. તેમણે લખ્યું હતું કે,'મને અને નીતાને પૂરી આશા છે કે BLRPની મર્યાદા પ્રમાણે 10 મે સુધી કોઈને કોઈ સારું પરિણામ આવશે. આપણે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ફરી આશાનો સૂરજ નીકળવની આશા રાખીએ છીએ.'

jet airways business news mumbai airport