યુરોપમાં ફરવાની સુવર્ણ તક, જેટ એરવેઝ આપે છે 50 ટકાની છૂટ

22 February, 2019 09:39 PM IST  | 

યુરોપમાં ફરવાની સુવર્ણ તક, જેટ એરવેઝ આપે છે 50 ટકાની છૂટ

જેટ એરવેઝ આપી રહ્યું છે 50 ટકા ડિસ્કાઉન્ટ

જેટ એરવેઝ તમને ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં 50 ટકા સુધીની છૂટ આપી રહ્યું છે. જો કે આ ડિસ્કાઉન્ટ ફાઈનલ ટિકિટ પ્રાઈઝ પર નહીં પરંતુ માત્ર બેઝ ફેર પર જ મળશે. જો તમે ફેમિલી સાથે ટ્રાવેલ કરી રહ્યા છો, સિનિયર સિટીઝન છો કે પછી સશસ્ત્ર દળનો ભાગ છો તો તમને 10 ટકા વધારાની છૂટનો ફાયદો પણ મળી શકે છે. આ ઓફર માત્ર 5 જ દિવસ માટે છે. 21 થી 25 ફેબ્રુઆરી વચ્ચે બુક થનારી ટિકિટ પર જ આ ડિસ્કાઉન્ટનો લાભ મળશે.

ટિકિટ બુક કરાવતા પહેલા જાણી લો આ નિયમો અને શરતો

1. આ ઓફર વન વે અને રિટર્ન ફ્લાઈટ પર લાગુ થશે.

2. ડિસ્કાઉન્ટ પસંદગીની ફ્લાઈટ્સની પ્રિમીયમ અને ઈકોનોમી સીટ પર જ અવેલેબલ થશે.

3. પ્રીમિયમ સીટ પર ટ્રાવેલ કરવા માટે તમારે ઓછામાં ઓછા 8 દિવસ પહેલા કે પછી 1 માર્ચ પહેલા ટિકિટ બુક કરાવવી પડશે.

4. ઈકોનોમી સીટ પર ટ્રાવેલ કરવા માટે 15 દિવસ પહેલા કે 8 માર્ચ પહેલા ટિકિટ બુક કરવી જરૂરી છે.

5. આ ઓફર યુરોપની પસંદગીની જેટ એરવેઝ ફ્લાઈટ પર લાગુ થશે. જેટ એરવેઝની પાર્ટનર ફ્લાઈટ્સ એર ફ્રાંસ અને KLM રોયલ ડચ એરલાઈન્સમાં પણ ઓફર મળશે.

6. બાળકોની ટિકિટ પર મળથું ડિસ્કાઉન્ટ, રિફંડ ચાર્જ, વીક એન્ડ સરચાર્જ વગેરે ફેર રુલની માહિતી પ્રમાણે લાગુ થશે.

travel news