હવે તમારી ડિમાન્ડ પર ચાલશે ટ્રેન, નહીં જોવી પડે રાહ

19 September, 2019 02:53 PM IST  |  મુંબઈ

હવે તમારી ડિમાન્ડ પર ચાલશે ટ્રેન, નહીં જોવી પડે રાહ

જો તમે રેગ્યુલર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો, તો ભારતીય રેલવે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યું છે. ઈન્ડિયન રેલવે તેના મુસાફરોને ગિફ્ટ આપવા જઈ રહ્યું છે. આ ગિફ્ટ બાદ મુસાફરોએ કલાકો સુધી સ્ટેશન પર રાહ નહીં જોવી પડે. હવે મુસાફરોને ટ્રેન ઓન ડિમાન્ડની સુવિધા મળવા જઈ રહી છે. ચાલો તમને જણાવી દઈએ શું કરવા જઈ રહ્યું છે રેલવે ?

મળતી માહિતી પ્રમાણે રેલવે આગામી ચાર વર્ષમાં દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રૂટ પર ટ્રેન ઓન ડિમાન્ડ શરૂ કરવા તૈયારી કરી રહ્યું છે. તેનાથી એ ફાયદો થશે કે મુસાફરોને વેઈટિંગ લિસ્ટની ઝંઝટથી મુક્તિ મળશે. આ વાતની માહિતી ખુદ રેલવે બોર્ડના અધ્યક્ષ વી. કે. યાદવે આપી છે.

જો કે તેમણએ કહ્યું કે ડેડિકેટેડ ફ્રેઈડ કોરિડોર 2021 સુધીમાં બની જશે, બાદ જ આ વ્યવસ્થા શરૂ થઈ શક્શે. 2021 સુધીમાં ડેડિકેટે ફ્રેઈડ કોરિડોર બની ગયા બાદ રેલવે લાઈન પરથી માલગાડી ગાયબ થઈ જશે. પરિણામે આ રેલવે ટ્રેક પર વધુ ટ્રેન ચાલી શક્શે.

આ પણ વાંચોઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની યાત્રા માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા

રેલવે બોર્ડના અધ્યક્ષ વી. કે. યાદવના કહેવા પ્રમાણે ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ અને ખડગપુર વિજયવાડા માટે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર પર કામ ચાલી રહ્યું છે. સાથે જ એક વર્ષમાં લોકેશન સર્વેનું કામ પણ પુરુ થઈ જશે. તેમણે માહિતી આપી કે DFCની લંબાઈ લગભગ 6 હજાર કિલોમીટર હશે, જેનું કામ 10 વર્ષમાં પુરુ થશે. વી. કે. યાદવે કહ્યું કે જ્યારે આ કામ પુરુ થઈ જશે કે તરત જ આપણી ક્ષમતા વધી જશે અને આપણે વધુ ટ્રેન ચલાવી શકીશું.

indian railways business news