૨૦૧૯ના 3 મહિનામાં કંપનીઓએ IPO દ્વારા આશરે ૬૪.૮૨ અબજ રૂપિયા એકત્ર કર્યા

04 April, 2019 09:22 AM IST  | 

૨૦૧૯ના 3 મહિનામાં કંપનીઓએ IPO દ્વારા આશરે ૬૪.૮૨ અબજ રૂપિયા એકત્ર કર્યા

કૅલેન્ડર વર્ષ ૨૦૧૯ના પ્રથમ ત્રણ મહિનામાં ભારતીય કંપનીઓએ ૧૪ ઇનિશ્યલ પબ્લિક ઑફર્સ (IPO) દ્વારા ૯૪ કરોડ ડૉલર (આશરે ૬૪૮૨.૪૮ કરોડ રૂપિયા) એકત્ર કર્યા છે અને ચૂંટણી બાદ IPOનું કામકાજ વધુ વેગ પકડશે, એમ અન્સ્ર્ટ ઍન્ડ યંગના રર્પિોટમાં મંગળવારે જણાવાયું હતું.

અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રણ મહિનાના ગાળા દરમ્યાન ભારતીય સ્ટૉક એક્સચેન્જીસનો IPOની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ચોથો ક્રમાંક રહ્યો હતો.
સંબંધિત ક્વૉર્ટરમાં લોકસભાનાં પરિણામ સ્થિરતાસૂચક રહેવાની આશા સાથે સ્ટૉક એક્સચેન્જો ચેતનવંતાં બન્યાં છે. મુખ્ય બજારો (બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)માં પાંચ IPO, જ્યારે એસએમઈ માર્કેટમાં જુદાં જુદાં ક્ષેત્રોના નવ IPO આવ્યા છે, જેમાં ટ્રાન્સર્પોટેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઇટી કન્સલ્ટન્સી વગેરે ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ થાય છે.

રોકાણકારો અને અન્ય હિતધારકો રાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામની રાહ જોઈ રહ્યા છે. ત્યાં સુધી IPOના કામકાજ ધીમાં રહેવાની અપેક્ષા છે, એમ અન્સર્ન્ટ ઍન્ડ યંગ ઇન્ડિયાના પાર્ટનર અને નૅશનલ લીડર સંદીપ ખેતાને કહ્યું હતું.

જો સ્થિર સરકારની રચના થશે તો IPOની ગતિવિધિઓ વેગ પકડશે અને બીજા છ મહિનામાં તો IPOનું પૂર આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.આશરે ૭૦ કંપનીઓએ નિયામક સેબી પાસેથી IPOની મંજૂરી પ્રાપ્ત કરી છે, પરંતુ ચૂંટણીની રાહ જોઈ રહી છે. આશરે ૧૯ કંપનીઓ મંજૂરીની રાહ જોઈ રહી છે. આગામી ક્વૉર્ટરમાં તંગ પ્રવાહિતાની સ્થિતિ અંગે રિઝવર્‍ બૅન્ક દ્વારા લેવામાં આવનારાં પગલાં, સરકાર દ્વારા કરવામાં આવનારા ચૂંટણીલક્ષી ખર્ચ અને કંપનીઓની કમાણીમાં થનારા વધારાની અસર IPOના કામકાજ પર પડશે.

news