શું તમે એજ્યુકેશન લોન લીધી છે, તો આટલી વાતનું ધ્યાન રાખો

16 March, 2019 06:25 PM IST  | 

શું તમે એજ્યુકેશન લોન લીધી છે, તો આટલી વાતનું ધ્યાન રાખો

ભણતર થયું મોંઘુ

આજના સમયે ભણતર મોંઘું થઇ ગયું છે. ખાનગી સ્કુલ અને કોલેજોએ શરૂ કરેલા હાટડાથી ફી અને અન્ય ખર્ચાઓમાં તોતીંગ વધારો થઇ રહ્યો છે. આમ વધતા જતા ભણતરના ખર્ચને લઈને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વધારે પડતા ખર્ચના કારણે એજ્યુકેશન લોન લેવાનું વધી રહ્યું છે. જો કે ઘણીવાર લોન રિપેમેન્ટ કરતી વખતે પેમેન્ટ કરવુ થોડુ મુશ્કેલ છે અને જો તમે પેમેન્ટ ચુકી જશો તો તમારા ક્રેડિટ સ્કોર ખરાબ થશે જેના કારણે ભવિષ્યમાં લોન મળવાની સંભાવના પણ ઓછી થાય છે.

જો તમે લોનના રિપેમેન્ટમાં મુશ્કેલી અનુભવી રહ્યા છો તો અપનાવો આ રીત

લોનનો સમય વધારો:

એજ્યુકેશન લોનના સમયને લંબાવાથી તમને રિપેમેન્ટમાં આસાની થઈ શકે છે. જો તમારી બેન્ક તમને મંજૂરી આપે તો તમને લોન ચુકવવા માટે વધારે સમય ફાળવી શકે છે. પરંતુ જો પેમેન્ટ કરવામાં આવે તો ચાર્જ વસુલવામાં આવી શકે છે.

 

આ પણ વાંચો: અનિલ અંબાણીને મોટો ઝટકો, NCLATના 260 કરોડના રિફન્ડ અંગે સૂચના આપવાનો ઈનકાર

 

કર્જદાતા બદલી શકો

જો તમે લોન પેમેન્ટ પરત કરવામાં અસફળ હોય અને કોઈ અન્ય વ્યક્તિ આ લોન ચુકવવા તૈયાર હોય તો. લોનમાં કર્જદારનું નામ બદલીને રિપેમેન્ટ થઈ શકે છે. આમ કરવાથી તમારી બાકીની લોન રકમ એ વ્યક્તિના ખાતામાં જશે જેની ચુકવણી એજ્યુકેશન માટે કરવાની થાય છે.