PANકાર્ડમાં થઈ ગઈ છે ભૂલ? ઘેર બેઠા ઓનલાઇન આ રીતે સુધારો

10 February, 2019 06:04 PM IST  | 

PANકાર્ડમાં થઈ ગઈ છે ભૂલ? ઘેર બેઠા ઓનલાઇન આ રીતે સુધારો

ફાઇલ ફોટો

પાનકાર્ડ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સાથે-સાથે તમારા માટેપણ ઘણો મહત્વનો દસ્તાવેજ છે. તે તમારા ઓળખપત્રની સાથે-સાથે મોટાભાગના નાણાકીય કાર્યોમાં ઉપયોગમાં આવે છે. જો તમે તાજેતરમાં જ તમારું પાનકાર્ડ બનાવડાવ્યું છે અને તેમાં આપવામાં આવેલી કોઈ જાણકારી ખોટી છપાઈ ગઈ છે તો તેમાં સરળતાથી સુધારો કરી શકાય છે. જાણો પાનકાર્ડમાં થયેલી ભૂલને કેવી રીતે સુધારશો.

સૌથી પહેલા તમારે NSDL ઓનલાઈન સર્વિસ વેબસાઈટ પર જવું પડશે.

ત્યારબાદ એપ્લિકેશન ટાઇપ બોક્સમાં Changes or corrections in existing PAN Data/ Reprint of PAN card ઓપ્શન પર ક્લિક કરો.

ત્યારબાદ બોક્સમાં પૂછવામાં આવેલી તમામ જાણકારીઓને ભરો અને સબમિટ કરી દો. તમારા માટે એક ટોકન નંબર જનરેટ થશે.

ટોકન નંબર જનરેટ થયા પછી આધાર નંબર, પિતાનું નામ વગેરે જાણકારીનો ઉલ્લેખ કરો. તમામ અનિવાર્ય સૂચનાઓ તેમાં ભરો. જો તમારી પાસે એકથી વધુ પાનકાર્ડ છે તો કોઇ એક પાછું આપી દો. એવું એટલા માટે કારણકે એકથી વધુ પાન રાખવું ગેરકાયદે છે.

ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે. અહીંયા ઉંમરનું પ્રમાણપત્ર, એડ્રેસપ્રૂફ, ઓળખકાર્ડ વગેરે અપલોડ કરી દો. ત્યારબાદ ડિક્લેરેશન ભરી દો, પોતાનો ફોટો અને સહી અપલોડ કરી દો. બધું થઈ ગયા પછી ફોર્મને પ્રિવ્યુમાં જોઈ લો. તપાસી લોકે તમારી તરફથી ભરવામાં આવેલી તમામ જાણકારીઓ સાચી છે. ત્યારબાદ પેમેન્ટ કરી દો.

જો તમારું એડ્રેસ ભારતનું છે તો 100 રૂપિયા પ્રોસેસિંગ ફીસ લાગશે. જેમનો સંપર્ક કરવાનું એડ્રેસ ભારતની બહારનું છે, તેમના માટે 1020 રૂપિયાની ફી લાગે છે. પેમેન્ટ માટે તમને ઘણા બધા ઓપ્શન મળશે- જેમકે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અને ડિમાન્ડ ડ્રાફ્ટ.

પેમેન્ટ સફળ થયા પછી તમારા સ્ક્રીન પર એક્નોલેજમેન્ટ આવશે. તેને ડાઉનલોડ કરીને પ્રિન્ટઆઉટ કાઢી લો. ઇન્ડિવિજ્યુઅલ અરજદાતાઓને બે ફોટો લગવવા પડશે અને સેલ્ફ અટેસ્ટ કરવા પડશે. તેના પર પોતાના સાઇન કરતી વખતે ધ્યાન રાખો કે તે અડધો ફોટો અને અડધો એક્નોલેજમેન્ટ પર હોય. તેને એનએસડીએલ ઇ-ગોવ પર મોકલી દો.

એક્નોલેજમેન્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજ એનએસડીએલની પાસે સબમિટ કરવાના 15 દિવસોની અંદર પહોંચી જવા જોઈએ. ધ્યાન રાખો કે તમે તમારા પાનના કરેક્શન ફોર્મને સાવધાનીથી ભરો.

ઓફલાઇન આવી રીતે કરો અપડેટ

ઉલ્લેખનીય છે કે પાનની ડિટેઇલ્સ અપડેટ કરવા માટે ઓફલાઇન પણ અરજી કરવામાં આવી શકે છે. આ માટે પાન કરેક્શન ફોર્મને નજીકના એનએસડીએલ કલેક્શન સેન્ટર પર જમા કરાવી દો. આ ફોર્મને ડાઉનલોડ પણ કરવામાં આવી શકે છે. તેનું પ્રિન્ટઆઉટ કાઢીને તેને ભરી દો. આ માટે તમને સંબંધિત એસેસમેન્ટ ઓફિસરને પત્ર પણ લખવો પડશે.