ખાંડનું ઉત્પાદન ઘટીને ૩૦૭ લાખ ટન થશે : ઇક્રા

02 April, 2019 10:39 AM IST  | 

ખાંડનું ઉત્પાદન ઘટીને ૩૦૭ લાખ ટન થશે : ઇક્રા

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ખાંડની સીઝન પૂરી થવામાં છે અને અનેક મિલો બંધ પણ થવા લાગી છે. આવી સ્થિતિમાં દેશની અગ્રણી રેટિંગ એજન્સી ઇક્રા (ત્ઘ્ય્ખ્)એ ચાલુ સીઝન વર્ષમાં ખાંડના ઉત્પાદનના અંદાજમાં ૮ લાખ ટનનો ઘટાડો કર્યો હતો. નીચા અંદાજોને પગલે આગામી દિવસોમાં ખાંડના બજારને ટેકો મળે તેવી સંભાવના છે.

ઇક્રા રેટિંગ એજન્સીએ ચાલુ સીઝન વર્ષમાં ખાંડનું ઉત્પાદન ઘટીને ૩૦૭ લાખ ટન થવાનો અંદાજ મૂક્યો છે, જે અગાઉ ૩૧૫ લાખ ટન થવાનો અંદાજ મૂક્યો હતો. ખાસ કરીને યુ.પી.માં ઉત્પાદન ઘટ્યુંહોવાથી કુલ ઉત્પાદનના અંદાજમાં ઘટાડો કર્યો હતો.

ઇક્રાએ જણાવ્યું હતું કે ખાંડના ઉત્પાદનમાં વધુ ઘટાડો પણ શક્ય છે. હાલમાં મિલો બી ટાઇપના હેવી મોલાસીસ અને શેરડીના જ્યૂસ તરફ વળી છે, જેને પગલે ખાંડનું ઉત્પાદન ઘટ્યુંછે. આમ ખાંડની મિલો હવે ઇથેનોલ બનાવવા તરફ વળી હોવાથી ઉત્પાદનને અસર પહોંચી છે.

ઇક્રાએ ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાનું એક કારણ એવું પણ કહ્યું છે કે સરકાર દ્વારા મે મહિનામાં શુગરમિલોને કેટલીક રાહતો આપવામાં આવી હતી, જેને પગલે મિલો ઇથેનોલ તરફ વળી હતી, જેથી ખાંડના પુરવઠામાં ઘટાડો થવામાં મદદ મળી છે. જોકે તેમ છતાં દેશમાં ખાંડના વપરાશ કરતાં પુરવઠો વધારે છે.

ઇક્રાએ જણાવ્યું હતું કે દેશમાં ખાંડના વપરાશની તુલનાએ ઉત્પાદન સરેરાશ ૪૫થી ૫૦ લાખ ટન ઊંચું રહે તેવી ધારણા છે. ઇથેનોલના ઉત્પાદનમાં વધારો થવાની સાથે ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ તેમ છતાં પુરવઠો સારો રહેવાને કારણે બજારમાં પ્રેશર ચાલુ રહ્યું છે.

આ પણ વાંચોઃ ચીનના મૅન્યુફૅક્ચરિંગના સ્ટ્રૉન્ગ ડેટાથી રિસેસનનો ભય ઓછો થતાં સોનું ઘટ્યું

ઇક્રાએ નોંધ્યું હતું કે કેન્દ્ર સરકારે ખાંડનાં લઘુતમ વેચાણભાવમાં વધારો કરતાં અને ઇથેનોલના ઉત્પાદકોને સૉફ્ટ લોનની જાહેરાત કરી હોવાથી ખાંડનો પુરવઠો ઘટuો છે, જેને કારણે મિલોને મોટી રાહત મળી છે.

news