આવકવેરા રિટર્ન ભરતા સમયે રાખો આટલું ધ્યાન, નહીં તો આવશે નોટિસ

16 June, 2019 05:15 PM IST  |  મુંબઈ

આવકવેરા રિટર્ન ભરતા સમયે રાખો આટલું ધ્યાન, નહીં તો આવશે નોટિસ

સરકાર દ્વારા એસેસમેન્ટ યર 2019-20માં આઈટીઆર ફોર્મમાં ઘણા પરિવર્તન કરાયા છે. તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સિસ એટલે કે સીબીડીટીએ 80 વર્ષથી વધુ ઉંમરના લોકો સિવાય તમામ માટે ઓનલાઈન રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત કર્યું છે. અહીં નોંધનીય વાત એ છે કે ટેક્સ રેકોર્ડ્ઝ ઓનલાઈન ઈન્ટિગ્રેટેડ હોય છે. જો તમે તમારી માહિતીમાં નાની અમથી પણ ભૂલ કરી તો તમારા પર શંકા થઈ શકે છે, અને પૂછપરછ પણ થઈ શકે છે.

તમારા આવકવેરા રિટર્નને ફાઈલ કરતા સમયે ગંભીર ભૂલો થવા પર તમારે સ્ક્રૂટીની એસેસમેન્ટની જરૂર પડશે. અને તમને મોટો દંડ પણ થઈ શકે છે. તેનાથી બચવા માટે આજે અમે તમને કેટલીક મહત્વની વાતો જણાવીશું. જેનું ધ્યાન રાખીને તમે યોગ્ય રીતે તમારું આઈટીઆર ફોર્મ ભરી શક છો અને આવકવેરા વિભાગની નોટિસથી બચી શકો છો.

- પહેલા ITR ફોર્મમાં તમારે ‘income from other sources’વાળા બોક્સમાં સંખ્યા ભરવાની હતી. પરંતુ આ વખતથી તમારે એફડી અને આરડીથી થનારી આવક, ઈન્કમ ટેક્સ રિફંડ, બેન્ક અકાઉન્ટસ અને પાસ થ્રુ આવકને દરેક વખતે અલગ બતાવવી પડશે.

- ITR ફોર્મમાં આ વકે વ્યાજમાંથી થતી આવકને અલગ રખાઈ છે. એટલે કે હવે તમારે તમને વ્યાજથી મળતી આવકને પરફેક્ટ લખવી પડશે.

- આ વખતે ITR ફોર્મમાં તમારે નાણાકીય વર્ષ દરમિયાન તમારા અનલિસ્ટેડ શેર્ષની માહિતી પણ આપવી પડશે.

- આ ઉપરાંત મારે ફોર્મમાં વિદેશમાં તમારી જે સંપત્તિ છે, તેની પણ માહિતી આપવી પડશે. આ ફોર્મમાં ડિપોઝિટરી અને કસ્ટોડિયન અકાઉન્ટ્સના નામથી નવા કૉલમ આવ્યા છે, જેમાં તમારે તમારી એસેટ્સ અને બેન્ક અકાઉન્ટની માહિતી આપવી પડશે.

- ITR ફોર્મમાં આ વખતે ઓવરસીઝ ઈન્વેસ્ટમેન્ટમાંથી થનારી ઈક્વિટી અને ડેટ ઈન્ટ્રેસ્ટ નામથી બે નવી કોલમ છે, જેમાં સંબંધિત માહિતી પરફેક્ટ ભરવી જરૂરી છે.

- આ વખતે તમારા ITR ફોર્મમાં ઈક્વિલી ઈન્વેસ્ટમેન્ટથી થનારા લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સની માહિતી પણ આપવી પડશે. કારણ કે વર્ષમાં જો 1 લાખથી વધુ LTGC છે તો તેના પર 10 ટકા ટેક્સ લાગશે. તેની માહિતી તમારે શેડ્યુલ CG, સેક્શન બી4માં આપવી પડશે.

આ પણ વાંચોઃ ATMની સુરક્ષા થશે વધુ મજબુત, RBIએ બેન્કોને આપ્યા આદેશ

- આ નવા પ્રકારના ITR ફોર્મમાં તમારે તમારી આવક અંગેની તમામ માહિતી આપવી પઢશે. જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે સૌથી પહેલા બેન્ક અકાઉન્ટ સ્ટેટમેન્ટ, ફાઈનલ ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ્, વિદેશ સંપત્તિના ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને રાખો. જેથી ભરતી વખતે મુશ્કેલી ન રહે.

income tax department national news business news