ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સ્ટૉક્સમાં ઘટાડે ખરીદી કરવા જેવું છે

03 December, 2018 12:40 PM IST  |  | Deven Choksey

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સ્ટૉક્સમાં ઘટાડે ખરીદી કરવા જેવું છે

ભારતીય સ્મૉલ ઍન્ડ મીડિયમ બિઝનેસ નવસર્જન કરીને તથા પોતાના નાના કદ અને ચપળતાનો ઉપયોગ કરીને આવકમાં સારી એવી વૃદ્ધિ કરી રહ્યા છે. જોકે ૩૦૦ સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસમાંથી ૪૨ ટકા કંપનીઓને બિઝનેસના વિકાસ માટે સસ્તા દરે નાણાં મળી રહ્યાં નથી. વિદેશમાં આવી કંપનીઓને ઓછા દરે ધિરાણ મળી રહે છે.

વૈશ્વિક વહેણ

ગયા શુક્રવારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટિÿયલ ઍવરેજ ૧૯૯.૬૨ પૉઇન્ટ વધ્યો હતો, જ્યારે S&P ૫૦૦ તથા નૅસ્ડૅક કમ્પોઝિટ બન્ને ૦.૮ ટકા વધ્યા હતા. યુરોપમાં બધા જ મુખ્ય ઇન્ડેક્સ ઘટ્યા હતા. સમગ્ર યુરોપિયન સાપ્તાહિક ધોરણે ૦.૯૨ ટકા ઘટ્યું હતું.

દરમ્યાન, અમેરિકન ક્રૂડના ભાવ નવેમ્બરમાં ૨૨ ટકા ઘટીને ૫૦.૯૩ ડૉલર પ્રતિ બેરલ થયા હતા. ઘટાડાનું વલણ જોતાં ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ અને રશિયાએ ક્રૂડનું ઉત્પાદન ઘટાડીને ભાવને સ્થિરતા આપવાનું વિચાર્યું છે.

ક્ષેત્ર વાર અંદાજ : ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી

દેશમાં જ્યારે પણ કરન્સીના મૂલ્યમાં ચંચળતા આવે છે ત્યારે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ક્ષેત્રને કારણે સરભર થઈ જાય છે. રૂપિયાનું મૂલ્ય વધે કે ઘટે એ સ્થિતિમાં પણ માર્જિનમાં અડધા ટકા કરતાં વધારે ફરક પડતો નથી. છેલ્લા થોડા વખતમાં રૂપિયાનું મૂલ્ય ઘણું ઘટી ગયા બાદ હવે સુધારાનો દોર ચાલી રહ્યો છે. ગયા ક્વૉર્ટરમાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીને માર્જિનનો જે લાભ મYયો એ હવે નહીં રહે. જોકે અગ્રણી ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી કંપનીઓ કેટલાક લાંબા ગાળાના કૉન્ટ્રૅક્ટ પર કામ કરી રહી છે. એને આગામી થોડાં વર્ષોમાં કેટલી આવક થશે એનો અંદાજ આવી ગયો છે. આમ, એની વૃદ્ધિની બાબતે સારો એવો અંદાજ મળી ગયો છે. આ ક્ષેત્રે દરેક કંપનીના આધારે આગામી ચારથી છ ક્વૉર્ટરમાં ૮થી ૧૨ ટકાના દરે વૃદ્ધિ થવાની સંભાવના છે.

ઉક્ત બાબતને લક્ષમાં રાખતાં એમ કહી શકાય કે આ ક્ષેત્રના સ્ટૉક્સના ભાવમાં ઘટાડો થાય ત્યારે ખરીદીને વધેલા ભાવે વેચાણ કરી શકાય છે. કંપનીઓએ ૮થી ૧૨ ટકાનું ગાઇડન્સ આપ્યું છે, પણ એ રેન્જ ૧૫થી ૨૦ ટકા સુધી જઈ શકે છે. આથી, નીચા મથાળેથી ૧૫-૨૦ ટકાનો લાભ લેવા માટે ઘટાડે ખરીદી અને વૃદ્ધિએ વેચાણની તકનો લાભ લઈ શકાય છે.

ભાવિ દિશા

હવે ક્યારેક તો બજાર ધીરજ ગુમાવવાનું છે. દર વર્ષે ઊંચી આશાઓ સાથે નવા વર્ષનો પ્રારંભ થાય છે અને વર્ષના વચલા ભાગમાં એ આશા-આકાંક્ષાઓ સામે પડકાર ઊભો થાય છે. એ વખતે લોકો જાતજાતની ચોખવટો કરતાં થઈ જાય છે. ખરું પૂછો તો માર્કેટ આવી જ હોય છે. મને લાગે છે કે એક બાજુ બજારમાં વૃદ્ધિની ભરપૂર સંભાવના છે ત્યારે બીજી બાજુ કેટલાંક એવાં પરિબળો આવી શકે છે જેનો અંદાજ બાંધી શકાતો નથી.

(લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે)