ઈન્ફોસિસ કરશે 8,260 કરોડના શેર્સ બાયબેક

11 January, 2019 05:18 PM IST  | 

ઈન્ફોસિસ કરશે 8,260 કરોડના શેર્સ બાયબેક

શેર બાયબેક કરવાની કરી ઘોષણા

ઈન્ફોસિસે નવા વર્ષમાં 8,260 કરોડ રૂપિયાનાં શેર બાયબેક કરવાની ઘોષણા કરી છે. કંપની પ્રતિ શેર 800 રૂપિયાના ભાવે આ શેરની ખરીદી કરશે. ગુરુવારે BSEમાં કંપનીના શેર 0.58%ની સામાન્ય તેજી સાથે 4 રૂપિયાના વધારા સાથે 683.70 રૂપિયા પર બંધ થયો હતો. શેર બાયબેક કરવા માટે જે રકમ નક્કી કરવામાં આવી છે તે આજના ભાવની સરખામણીએ 20% વધારે છે. સ્ટોક એક્સચેન્જમાં આપવામાં આવેલી જાણકારીમાં કંપનીના શેરધારકોને મળનારા વિશેષ લાભ વિશે જાણકારી આપી હતી.

ભારતમાં બીજી સૌથી મોટી કંપનીએ પ્રતિ શેર 4 રુપિયાનો વિશેષ લાભ આપવાનું એલાન કર્યું છે. બાયબેક માટે 25 જાન્યુઆરીને રેકોર્ડ ડેટ ગણવામાં આવશે. જ્યારે પૈસા 28 જાન્યુઆરીએ ચૂકવવામાં આવશે .

 

આ પણ વાંચો: વૈશ્વિક અર્થતંત્રના આકાશમાં અંધારું વધુ ઘેરું બનતું જાય છે : વર્લ્ડ બૅન્ક

 

ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ઈન્ફોસીસે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કર્યા હતા. અને આ બાયબેકમાં કંપનીએ પ્રતિ શેર 10 રુપિયાનો લાભ આપ્યો હતો. ગયા વર્ષે ઇન્ફોસીસે 26,000 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી.