વૈશ્વિક વૃદ્ધિદર વિશે ત્પ્જ્ની ચિંતા: અંદાજ ઘટાડીને ૩.૩ ટકા કરાયો

11 April, 2019 10:57 AM IST  | 

વૈશ્વિક વૃદ્ધિદર વિશે ત્પ્જ્ની ચિંતા: અંદાજ ઘટાડીને ૩.૩ ટકા કરાયો

ઇન્ટરનૅશનલ મૉનેટરી ફંડે તેના અહેવાલમાં ભારત માટે ઊંચા વિકાસદરનો આશાવાદ દર્શાવ્યો છે, પણ વૈશ્વિક વૃદ્ધિનો અંદાજ નીચો રાખ્યો છે. ત્પ્જ્ના મતે ૨૦૧૯માં ગ્લોબલ ગ્રોથ રેટ ૩.૩ ટકા રહેશે. અગાઉ આ દર તેણે ૩.૫ ટકા રહેવાની ધારણા મૂકી હતી, જે હવે ઘટાડીને ૩.૩ ટકા કરી છે.

ફંડે વૈશ્વિક વિકાસદર નીચો રહેવા માટેનાં કારણોમાં ચોક્કસ જોખમ દર્શાવ્યા છે, જેમાં વૈશ્વિક રાજકીય જોખમ, વેપાર તનાવ અને અસમાનતાનું જોખમ ગણાવ્યાં છે. છેલ્લા છ મહિનામાં ત્પ્જ્એ વૈશ્વિક વૃદ્ધિદરમાં ત્રણ વાર અંદાજ ઘટાડો કર્યો છે. તેના મતે વિશ્વની ૭૦ ટકા ઇકૉનૉમીનો ગ્રોથ રેટ નીચે જશે.

ત્પ્જ્નાં ચીફ ઇકૉનૉમિસ્ટ ગીતા ગોપીનાથે કહ્યું હતું કે ૩.૩ ટકા વૃદ્ધિદર હજી પણ વાજબી છે, પરંતુ વેપાર ટેન્શનના મામલે અમુક દેશોની દશા વધુ બગડી શકે છે. તેમના આઉટલુક (ભાવિ) સામે ઘણા પડકાર છે, એવી તેમણે ચેતવણી આપી હતી. તેમણે ઉમેયુર્‍ં હતું કે વિવિધ દેશોના નીતિના ઘડવૈયાઓ સમજીવિચારીને અને સહકારના વલણ સાથે નીતિઓ તૈયાર કરે એ આવશ્યક છે. જોકે, ૨૦૧૯ના બીજા છમાસિક ગાળામાં વિકાસમાં સુધારાની આશા રાખી શકાશે. ૨૦૨૦માં ભારત અને ચીનના ગ્રોથને કારણે વૈશ્વિક વૃદ્ધિદર ૩.૫ ટકાએ સ્થિર રહેશે એવો અંદાજ મુકાયો છે.
ત્પ્જ્-ઇન્ટરનૅશનલ મોનેટરી ફંડ

ભારત ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમીનું સ્થાન જાળવી રાખશે : IMF

ભારતીય અર્થતંત્ર વિfવનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને તેનું આ બિરુદ ચાલુ રહેશે એવો અભિપ્રાય ઇન્ટરનૅશનલ મૉનેટરી ફંડ (ત્પ્જ્)એ વ્યક્ત કર્યો છે. વરસ ૨૦૧૯-૨૦ માટે ભારતનો જીડીપી વિકાસદર ૭.૩ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરતાં ત્પ્જ્એ કહ્યું છે કે ૨૦૨૦-૨૧માં આ દર ૭.૫ ટકા થશે.

ચીનમાં વૃદ્ધિદર ધીમો

ચીન જે બીજા ક્રમનું અર્થતંત્ર છે એનો ગ્રોથ રેટ ૨૦૧૯માં ૬.૩ ટકા અને ૨૦૨૦માં ૬.૧ ટકા રહેવાનું અનુમાન પણ ત્પ્જ્ દ્વારા મુકાયું છે. યુએસ સાથે ચીનનું વેપારયુદ્ધ પણ કંઈક અંશે આ માટે કારણભૂત રહેશે એમ જણાય છે.

આ પણ વાંચોઃ ઘઉંમાં સરકારી વેચાણ ભરસીઝને ચાલુ થાય તેવી સંભાવના

ભારત માટે કારણો

ત્પ્જ્એ તેના લેટેસ્ટ વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલુકમાં આ મત દર્શાવતાં જણાવ્યું છે કે ભારતમાં ઊંચા વિકાસદરનું કારણ રોકાણપ્રવાહમાં થઈ રહેલી સતત વૃદ્ધિ છે તેમ જ વપરાશમાં પણ જંગી વધારો જોવાઈ રહ્યો છે. ભારતની મૉનેટરી પૉલિસી પણ વિકાસલક્ષી બની છે.

અગાઉ રિઝવર્‍ બૅન્કે ગ્રોથ રેટ રિવાઇઝ્ડ કરીને ૭.૨ ટકા રાખ્યો હતો. જોકે મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ માને છે કે આગામી વરસોમાં આ વિકાસદર વધુ ઊંચો જઈ શકે છે.

news