80C અંતર્ગત કેવી રીતે મેળવો ટેક્સમાંથી રાહત, કેવી રીતે મળે છે ફાયદો ?

20 January, 2019 12:31 PM IST  | 

80C અંતર્ગત કેવી રીતે મેળવો ટેક્સમાંથી રાહત, કેવી રીતે મળે છે ફાયદો ?

આમ તો ટેક્સ ઓછો આપવો અને આવક છુપાવવી એ ગુનો છે, પરંતુ ટેક્સ બચાવવા માટે જુદી જુદી સરકારી યોજનાઓ છે. જે કાયદેસરની છે. આવક વેરા અધિનિયમ 80 સી અંતરગ્ત રોકાણ દ્વારા પર પર્સન વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા બચાવી શકાય છે. આ નિયમ અંતર્ગત આવતી કેટલીક યોજનાઓ જેમ કે જીવન વીમા યોજના, હોમ લોન, એનપીએસ, ટેક્સ ફ્રી એફઢી, પીપીએફ, NSC, ELSS જેવા રોકાણનો સમાવેશ થાય છે. અમે પણ તમને કેટલાક ઓપ્શન આપી રહ્યા છીએ, જેના દ્વારા તમે 80C અંતર્ગત ટેક્સમાં છૂટ મેળવી શકો છો.

બાળકોની ફી છે ટેક્સ ફ્રી

આવક વેરા નિયમ 1961ના સેક્શન 80C પ્રમાણે ટ્યુશન ફી ટેક્સ ફ્રી છે. આ રકમ તમે 1.5 લાખની ટેક્સ ફ્રી રકમમાં સામેલ કરી શકો છો. ટ્યુશન ફી તમારી વાર્ષિક આવકમાંથી બાદ મળી શકે છે, જેને કારણે તમારે ચૂકવવાના ટેક્સની રકમ ઘટે છે. આ માટે તમારું બાળક જ્યાં ભણે છે તે પૂર્ણ રીતે શિક્ષણ સંસ્થા હોવી જરૂરી છે. જેમાં પ્લે સ્કૂલ, પ્રિ નર્સરી અને નર્સરી પણ સામેલ છે. આ સંસ્થા ખાનગી, સરકારી કે ગ્રાન્ટેડ પણ હોઈ શકે છે.

સ્વાસ્થ્ય વીમા યોજના

સ્વાસ્થ્ય વીમા યોજના પર ચૂકવાયેલું પ્રિમીયમ કલમ 80ડી અંતર્ગત ટેક્સ ફ્રી છે. એક વ્યક્તિ પોતાના અને પરિવાર માટે જે પ્રીમિયમ ચૂકવતો હોય તેમાં વધુમાં વધુ 25,000ની રકમ ટેક્સ ફ્રી છે. જો તમે તમારા માતા-પિતાના મેડિક્લેમનું પ્રીમિયમ ભરો છો, તો તમને 25 હજારનો ટેક્સ બેનિફિટ મળી શકે છે. અને જો તમારા માતપિતા વરિષ્ઠ નાગરિક છે તો વાર્ષિક 30 હજાર સુધીની રકમ ટેક્સ ફ્રી છે.

PPF

રોકાણ અને ટેક્સ બચત માટે આ એક શાનદાર વિકલ્પ છે. તેમાં રોકાણ કરવા માટે નોકરિયાત હોવુંજ રૂરી નથી. PPFમાં કરાયેલું રોકાણ આવકવેરાની કલમ 80 સી અંતર્ગત ટેક્સ ફ્રી છે. અહીં તમે એક નાણાકીય વર્ષ દરમિયાન ફક્ત 1.5 લાખ સુધીનું રોકાણ ટેક્સ ફ્રી કરાવી શકો છો.

આ પણ વાંચોઃ સુઝુકી મોટર 2020 સુધીમાં ગુજરાતમાં પ્લાન્ટ શરૂ કરશે

EPF

નોકરિયાત લોકો માટે ટેક્સ સેવિંગ માટે EPF એક સારો વિકલ્પ છે. ઈપીએફમાં જમા રકમ એમ્પલોયીના યોગદાનમાંથી આવકવેરાની કલમ 80સી અંતર્ગત ટેક્સ ફ્રી છે. આ રકમ 1.5 લાખથી વધવી ન જોઈએ. ઈપીએફની રકમ તમારી સેલરીના 12 ટકા હોય છે. જે તમારા એમ્પલોયર કે તમારી કંપની ઈપીએફોમાં જમા કરાવે છે. EFP પર હાલ 8.55 ટકાના દરે વ્યાજ મળે છે.