3 વર્ષની FD પર મળે છે 10.5 ટકાનું વ્યાજ, જાણો કઈ છે સ્કીમ

19 September, 2019 06:13 PM IST  |  મુંબઈ

3 વર્ષની FD પર મળે છે 10.5 ટકાનું વ્યાજ, જાણો કઈ છે સ્કીમ

એફડી માટે વધુમાં વધુ વ્યાજ દર શોધી રહેલા લોકો માટે કિચન અપ્લાયન્સ ફર્મ Hawkins cooker એક જોરદાર સ્કીમ લઈને આવી છે. કંપની 12 મહિનાથી 36 મહિનાના ગાળા માટે એફડીના પ્લાન લાવી છે. મોટા ભાગની બેન્ક આ ગાળાની એફડી પર 7.50 ટકા કે તેનાથી ઓછું વ્યાજ આપે છે, સામે હૉકિન્સ કૂકર 10.50 ટકાનું વ્યાજ આપે છે. કંપનીનો આ પ્લાન 18 સપ્ટેમ્બરથી શરૂ થયો છે.

આ છે વ્યાજ દર

હોકિંન્સ કૂકર જુદા જુદા ગાળાની એફડી પર 10થી 10.50 ટકા વ્યાજ આપી રહી છે. કંપનીની જાહેરાત પ્રમાણે 12 મહિનાની એફડી માટે 10 ટકા વ્યાજ, 24 મહિનાની એફડી માટે 10.25 ટકા વ્યાજ અને 36 મહિનાની એફડી માટે 10.50 ટકા વ્યાજ મળી રહ્યું છે.

થઈ શકે છે બે પ્રકારની એફડી

હોકિન્સ કૂકરની આ સ્કીમમાં બે પ્રકારની એફડી થઈ શકે છે. પહેલી એફડીમાં તમે પૈસા મેચ્યોરિટી સમયે એક સાથે ઉપાડી શકો છો, બીજી એફડીમાં તમે વ્યાજ વચ્ચેથી પણ ઉપાડી શકો છો. તેમાં તમને મૂડી મેચ્યોરિટી સમયે મળે છે.

લઘુત્તમ રોકાણ 25 હજાર

આ સ્કીમમાં રોકાણ કરવા માટે લઘુત્તમ મર્યાદા 25 હજારની છે. બાદમાં તમે 1000ના ગુણાંકમાં રોકાણની રકમ વધારી શકો છો. તો રોકાણની સમય મર્યાદા 12 મહિના, 24 મહિના અને 36 મહિના છે.

આટલો થશે ફાયદો

જો તમે લઘુત્તમ 25 હજારની એફડી કરો છો અને મેચ્યોરિટી પર રકમ ઉપાડો છો તો 12 મહિનાની એફડીમાં તમે 10 ટકા વ્યાજ લેખે 27,618 રૂપિયા મળશે. આ જ રકમ પર જો તમે 25 મહિનાની એફડી કરાવો છો તો 10.25 ટકાના વ્યાજ દર પર તમને મેચ્યોરિટી પર 30,661 રૂપિયા મળશે. અને જો લઘુત્તમ રકમ પર તમે 36 મહિનાની એફડી કરાવો છો તો મેચ્યોરિટી પર તમને 0.50 લેખે 34,210 રૂપિયા મળશે.

આ પણ વાંચોઃ એમેઝોનના સેલમાં લેપટોપ પર મળશે 40,000 સુધીનું ઓફ, જાણો ટોપ ઓફર્સ

સ્ટેબલ છે કંપનનીનું રેટિંગ

કંપનીના અનુસાર તેમની એફડી સ્કીમને રેટિંગ એજન્સી ઈકરાએ MAA એટલે કે સ્ટેબલ રેટિંગ આપ્યું છે. આ રેટિંગ હાઈક્વોલિટી અને લૉ ક્રેડિટ રિસ્ક દર્શાવે છે.

(ક્યાંય પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝરના સલાહ જરૂર લો.)

business news