એક્સિસ બેંકની હિસ્સેદારીના વેચાણથી રૂ.5316 કરોડ મેળવવા માંગે છે સરકાર

12 February, 2019 12:36 PM IST  |  નવી દિલ્હી

એક્સિસ બેંકની હિસ્સેદારીના વેચાણથી રૂ.5316 કરોડ મેળવવા માંગે છે સરકાર

ફાઇલ ફોટો

ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકમાં સરકાર પોતાના હિસ્સાના વેચાણની પ્રક્રિયા મંગળવારથી શરૂ કરશે. સરકાર બેંકમાં 'સ્પેસિફાઇડ અંડરટેકિંગ ઑફ ધ યુનાઇટેડ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા' (SUUTI)ના માધ્યમથી રાખવામાં આવેલી પોતાની હિસ્સેદારી વેચશે. આ જાણકારી ફાઇલિંગ પ્રમાણે સામે આવી છે. સરકારની કોશિશ 5316 કરોડ રૂપિયા ભેગા કરવાની છે.

સરકાર બેંકમાં 3 ટકા હિસ્સેદારીના વેચાણની રજૂઆત બે દિવસ માટે કરશે જેની શરૂઆત 12 ફેબ્રુઆરીથી થશે. તે સરકારના વિનિવેશ કાર્યક્રમનો હિસ્સો છે, જે અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષમાં 80,000 કરોડ રૂપિયા ભેગા કરવાના છે. એક્સિસ બેંકે જણાવ્યું, "એસયુયુટીઆઇએ 12 ફેબ્રુઆરીના રોજ એક્સિસ બેંકના 5,07,59,949 ઇક્વિટી શેર્સના વેચાણની રજૂઆત કરી છે."

શેર્સના આ વેચાણ માટે બેઝપ્રાઇઝ 689.52 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે, જે બીએસઈ પર સોમવારે એક્સિસ બેંકના 710.35 રૂપિયા પ્રતિ શેરના બંધ ભાવથી ઓછી છે. એક્સિસ બેંકના પ્રમોટર યુનિટ એસયુયુટીઆઇ દ્વારા રાખવામાં આવેલા શેર્સને વેચાણ માટે મૂકવામાં આવશે. આ સેલ મંગળવારે નોન રિટેઇલ ઇન્વેસ્ટર્સ માટે ખોલવામાં આવશે અને બુધવારે રિટેઇલ ઇન્વેસ્ટર્સ આ માટે બોલી લગાવી શકે છે.

આ પણ વાંચો: ટ્વિટરના CEOને 25 ફેબ્રુઆરીએ હાજર થવા માટે સંસદીય સમિતિ મોકલશે સમન

ફાઇલિંગ પ્રમાણે, સરકારે વધુ સબસ્ક્રિપ્શનની સ્થિતિમાં 2,63,37,187 વધારાના શેર્સના વેચાણનો પણ વિકલ્પ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે એસયુયુટીઆઇ એક્સિસ બેંકના પ્રવર્તકોમાંનું એક છે. એસયુયુટીઆઇનું ગઠન હવે બંધ થઈ ચૂકેલા યુનિટ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાની પરિસંપત્તિઓ અને દેણદારોના અધિગ્રહણ માટે કરવામાં આવ્યું હતું. એક્સિસ બેંકમાં તેની 9.56 ટકાની હિસ્સેદારી છે. ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષના 10 મહિનામાં, સીપીએસઈમાં હિસ્સેદારી વેચાણના માધ્યમથી 36,000 કરોડ રૂપિયા કલેક્ટ કરવામાં આવ્યા છે.