ઍડ્વાન્સ ટૅક્સથી પ્રત્યક્ષ કરવેરાનો ટાર્ગેટ હાંસલ કરવાની સરકારને આશા

16 March, 2019 10:47 AM IST  | 

ઍડ્વાન્સ ટૅક્સથી પ્રત્યક્ષ કરવેરાનો ટાર્ગેટ હાંસલ કરવાની સરકારને આશા

ફાઈલ ફોટો

માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રત્યક્ષ કરવેરાની આવકની ઘટને સરભર કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ સુધારેલો લક્ષ્યાંક પૂરો થઈ શકે એમ લાગતું નથી. સરકારે અગાઉ પ્રત્યક્ષ કરવેરાની આવકનો ૧૧.૫ લાખ કરોડ રૂપિયાનો અંદાજ મૂક્યો હતો.

વચગાળાના બજેટ ૨૦૧૯-૨૦માં લક્ષ્યાંકમાં ૫૦,૦૦૦ કરોડનો વધારો કરવામાં આવ્યો, એથી સુધારેલો લક્ષ્યાંક સિદ્ધ કરવાનું સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સીસ (CBDT) માટે મુશ્કેલ બન્યું છે.

જોકે, ચોક્કસ કેટલી ઘટ પડશે એ તો ઍડવાન્સ ટૅક્સના અંતિમ આંકડાઓ પ્રાપ્ત થાય એ પછી જાણવા મળશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલથી જાન્યુઆરી દરમ્યાન પ્રત્યક્ષ કરવેરાની ચોખ્ખી આવક પૂરા વર્ષના ૧૨ લાખ કરોડ રૂપિયાના લક્ષ્યાંક સામે ૭.૮૯ લાખ કરોડ રહી હતી.

ઘટને પૂરી કરવા, CBDTના ચૅરમૅન પી. સી. મોદીએ શુક્રવારે ઍડવાન્સ ટૅક્સ ચૂકવવાની મુદત સમાપ્ત થઈ એ પૂર્વે વેરાની આવકના આંકડાની પુનર્સમીક્ષા કરવા સિનિયર વેરા અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી.

આ પણ વાંચો : ફ્રાન્સસ્થિત FM લૉજિસ્ટિક ભારતમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

એ ઉપરાંત બોર્ડ કરદાતાઓને ઍડવાન્સ ટૅક્સનો વર્તમાન વર્ષનો ચોથો અને છેલ્લો હપ્તો ચૂકવવા માટેનો નિર્દેશ પણ ઇશ્યુ કરી રહ્યું છે.

news